Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિગારેટ, પાન-મસાલા, એલપીજી, ફાસ્ટેગ સહિત
મુંબઈ તા. ૨૯: એલપીજીથી લઈને પાન-મસાલા અને સિગારેટ સહિત ૧ ફેબ્રુઆરીથી થશે ચાર મોટા ફેરફાર થશે, જયારે ફેબ્રુઆરી મહિનામાં બેન્કોમાં રજાઓનુ ટાઈમ ટેબલ પણ જાહેર થયુ છે.
જાન્યુઆરી મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહૃાા છે અને સામાન્ય બજેટ સાથે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થશે. નવો મહિનો દેશમાં ઘણા ફેરફારો લઈને આવશે. આ ફેરફારની અસર 'દરેક ઘર, દરેક ખિસ્સા' પર જોવા મળશે. એક તરફ જ્યાં એલપીજી સિલિન્ડરના નવા ભાવ જારી થશે, જે સીધી ઘરના રસોઈના બજેટ સાથે જોડાયેલી છે, તો બીજી તરફ પાન-મસાલા અને સિગારેટના શોખિનોને મોટો ઝટકો લાગશે. તો ચાલો ૧ ફેબ્રુઆરી ૨૦૨૬થી લાગુ થવા જઈ રહેલા આવા ૪ મોટા ફેરફારો વિશે જાણીએ.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પણ એલપીજીના નવા ભાવ પણ જારી કરવામાં આવશે. બજેટના દિવસે જારી થનારા આ ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહૃાા છે કે આ વખતે ૧૪ કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ૧૯ કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ ઘણા સમયથી બદલાઈ રહૃાા છે અને ગત ૧ જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૪.૫૦ રૂપિયાના ઘટાડા સાથે ૧૮૦૪ રૂપિયા થઈ ગયા હતા.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ૧ ફેબ્રુઆરીએ સુધારેલા એર ટર્બાઈન ઈંધણના ભાવ પણ જારી કરશે. એટીએફ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવમાં કોઈપણ ફેરફાર હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર-ચઢાવ કરનારો સાબિત થાય છે. ગત મહિનાની શરૂઆતમાં ૧ જાન્યુઆરીએ એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને દિલ્હીમાં એટીએફના ભાવમાં લગભગ ૭% ઘટાડો થયો હતો. આ ઉપરાંત સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
ત્રીજા ફેરફારની વાત કરીએ તો તે પાન-મસાલા અને સિગારેટ પ્રેમીઓને ઝટકો આપનારો છે. રિપોર્ટ પ્રમાણે દેશમાં ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર વધુ વધુ ટેક્સ લાદવામાં આવશે. સરકારે જીએસટી કમ્પેન્સેશન સેસના સ્થાને નવી એક્સાઇઝ ડ્યુટી અને સેસ નોટિફાઈડ કર્યો છે. તાજેતરની નોટિફિકેશન પ્રમાણે તમાકુ અને પાન-મસાલા પર નવો ટેક્સ લાગુ જીએસટી દરો ઉપરાંત લગાવવામાં આવશે. જીએસટી ઉપરાંત, પાન મસાલા પર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ લાદવામાં આવશે, જેનાથી તેની કિંમતોમાં વધારો થશે.
૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી ફાસ્ટેગ યૂઝર્સ માટે પણ નિયમો બદલાવા જઈ રહૃાા છે. વાસ્તવમાં એનએચએઆઈ એ ૧ ફેબ્રુઆરીથી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરવા માટે કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ (કેવાયસી ડિસ્કાઉન્ટેડ) બંધ કરી દીધી છે. આ એક મોટી રાહત માનવામાં આવી રહી છે, જે નવા મહિનાના પહેલા જ દિવસથી જ મળશે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત રજાઓ સાથે થઈ રહી છે અને જો તમારે આવતા મહિને બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલા બેન્ક રજાઓની યાદી જોઈ લેવી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ પર અપલોડ કરાયેલી યાદી પ્રમાણે સાત દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અવસરો પર લગભગ ૧૦ દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial