Advertisement
Author: નોબત સમાચાર

મયુરનગરમાં મોડીરાત્રે યુવાનને આંતરી ત્રણ શખ્સે માર મારી ઝૂંટવી લીધા રૂ।. ૧૮૦૦ રોકડા

મિત્રો સાથે ફરીથી ત્યાં જતાં છરી હુલાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના મયુરનગર વિસ્તારમાં સોમવારે રાત્રે એક યુવાનને આંતરી ત્રણ અજાણ્યા શખ્સે મારકૂટ કરવા ઉપરાંત રૂ।. ૧૮૦૦ ઝૂંટવી લીધા હતા. આ સ્થળે પોતાના મિત્રો સાથે ફરીથી ગયેલા આ યુવાન પર શખ્સોએ છરીથી હુમલો કરી ખભ્ભા પાસે છરી હુલાવી દીધી હતી અને ઢીકાપાટુથી માર માર્યાે હતો.

જામનગરના યાદવનગર વિસ્તારમાં ક્રિષ્ના ચોક પાસે રહેતા રમેશભાઈ દિનેશભાઈ જગતીયા નામના યુવાન સોમવારની રાત્રે પોતાના ઘરે કડિયાકામ કરાવવા માટે મયુરનગરમાં રહેતા મનોજભાઈ નામના કડિયા શ્રમિકને ત્યાં જવા માટે નીકળ્યા હતા.

તેઓ જ્યારે સાડા અગિયારેક વાગ્યે મયુરનગરમાં પહોંચ્યા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સ આવી ચઢ્યા હતા. આ વ્યક્તિઓએ રમેશભાઈને મારકૂટ કરી પાકીટ પડાવી લીધુ હતું અને તેમાંથી રૂ।. ૧૮૦૦ ઝૂંટવી લીધા હતા. આ બનાવથી હેબતાયેલા રમેશભાઈ પોતાના મિત્ર સંદીપ તથા પારસને લઈને ફરીથી તે જગ્યાએ પહોંચતા ફરીથી આવી ચઢેલા આ શખ્સોએ રમેશભાઈ તથા તેમના મિત્રો સાથે મારામારી કરવા ઉપરાંત એક શખ્સે પેન્ટના નેફામાંથી છરી કાઢી રમેશભાઈને તેનો ઘા ઝીંકી દીધો હતો. પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી ત્રણેય હુમલાખોર નાસી ગયા હતા. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh