Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિવિધ વિસ્તારોમાં વાહન ભટકાડી તોડ કરતી લુખ્ખાઓની ટોળકી

પોલીસ વિભાગની મીઠી નજર હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં સમયાંતરે લુખ્ખાઓની એક અલગ પ્રકારની દાદાગીરી કરી પૈસા પડાવવાના કિસ્સા જાણવા મળે છે.

જામનગરના જોગર્સ પાર્ક, ગુરુદત્તાત્રેય મંદિર, વિકાસગૃહ રોડ, હોસ્પિટલ રોડ, જુના રેલવે સ્ટેશન જેવા અલગ અલગ વિસ્તારોમાં કોઈ વાહનચાલક પસાર થતા હોય ત્યારે આ લુખ્ખાઓ 'શિકાર'ની શોધમાં વેપારી કે સાદા સીધા જણાતી વ્યક્તિના વાહન સાથે પોતાનું વાહન જાણી જોઈને જ અથડાવે છે, અને બસ... પછી તરત જ આ લુખ્ખાઓ દ્વારા રૂ।. બેથી પાંચ-સાત હજારની માગણી કરીને જબરદસ્તી કરે છે.

પોલીસ ફરિયાદની ઝંઝટમાંથી બચવા સજ્જન શાંત નાગરિક થોડી વધઘટ કરાવીને નાણા આપી દ્યે છે અને આવા કિસ્સાની જાણ પોતાના પરિચિતોને કરતા હોય છે, પણ કોઈ હિંમત કરી પોલીસ ફરિયાદ કરવા આગળ આવતા નથી, કારણ કે આવી ફરિયાદ કરતી વખતે પણ એક-બે કિસ્સામાં પોલીસ વિભાગ તરફથી કડક પગલાં લેવાના બદલે ફરિયાદ કરવા આવનારની હાલત કફોડી થઈ જાય તેવું વર્તન કરવામાં આવે છે, અર્થાત્ પોલીસની ક્યાંક મીઠી નજર હેઠળ આવી પ્રવૃત્તિ ચાલે છે! આ ઉપરાંત તાજેતરમાં જ એક કિસ્સામાં તો વાહન અથડાવનાર લુખ્ખાઓએ મારા ફાધર પોલીસમાં છે તેવું જણાવીને રોફ જમાવી પૈસાની માગણી કરી હતી, જો કે સામેની વ્યક્તિ એક અખબાર સાથે સંલગન હોવાથી લુખ્ખાઓ ઢીલા પડી ગયા અને મોઢું વીલુ કરી 'શિકાર'માં નિષ્ફળતા મળી હોવાનું જણાતા ચાલ્યા ગયા હતાં.

આવા લુખ્ખાગીરી કરી એક અલગ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો પાસેથી નાણા પડાવનારાઓને પકડવા પોલીસે ચોક્કસ વિસ્તારોમાં સાદા ડ્રેસમાં વોચ ગોઠવવાની જરૂર છે.

અત્રે ખાસ નોંધનિય બાબત એ છે કે આ લુખ્ખાઓના ટુ-વ્હીલર વાહનો પર નંબર પ્લેટમાં નંબરના બદલે જ્ઞાતિસૂચક લખાણો, લાલ-બ્લુ પટ્ટા જોવા મળે છે. ફરિયાદ કરવા માટે વાહન નંબર જ હોતા નથી!

જામનગરના પોલીસ તંત્રમાં સ્ટાફની ભારે તંગી ભલે પ્રવર્તિ રહી હોય, પણ આવા દુષણોને ડામી દેવાની તેમની પ્રાથમિક ફરજ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh