Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં બે મહિનાની સજા થયા પછી નાસી ગયેલા આરોપીને દબોચી લેવાયો

કંકુનગર પાસેથી પકડી લઈ જેલમાં ધકેલાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર તાલુકાના વિજરખી ગામના એક પ્રૌઢને અદાલતે ચેક પરતના કેસમાં બે મહિનાની સજા ફટકારી હતી. સજાના હુકમ પછી આરોપી નાસી ગયો હતો. આ શખ્સને પોલીસે કંકુનગર પાસેથી પકડી પાડી જેલમાં ધકેલી દેવાની તજવીજ કરી છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા વિજરખી ગામમાં વસવાટ કરતા વસ્તાભાઈ રાયદેભાઈ વિરાણી નામના પ્રૌઢ સામે અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા આરોપી વસ્તાભાઈ વિરાણીને બે મહિનાની સજા ફટકારી હતી.

સજાના હુકમ પછી આરોપી વસ્તાભાઈ વિરાણી નાસી ગયા હતા. તેની ચાલી રહેલી શોધખોળ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે વસ્તાભાઈ રાયદેભાઈ વિરાણીની કંકુનગર પાસેથી અટકાયત કરી તેને જેલમાં મોકલી આપવાની તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh