Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાસકીર્તન, ગીરીરાજ સ્તંભ, સામૈયુ, પલના, નંદોત્સવ, લોટી ઉત્સવ, વચનામૃત અને મહાપ્રસાદ સાથે ઉજવણી
યુનિટી બ્રાસ વર્લ્ડ, સરદાર પટેલ બ્રિજ, લાલપુર બાયપાસ રોડ, દરેડમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ 'અલૌકિક મનોરથ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યમુના મહારાણીજીનો લોટી ઉત્સવ અને શુભ અલૌકિક મનોરથ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અલૌકિક મનોરથમાં રાસ કીર્તન, ગીરીરાજ સ્તંભ, સામૈયા, પલના નંદ ઉત્સવ, લોટી ઉત્સવ, વચનામૃત અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, યુનિટી બ્રાસ વર્લ્ડ પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હવેલીના રાસદ્વારાયજી મહોદય, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ,ધારાસભ્ય દિવ્યેશ અકબરી, હેમંત ખવા, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, લલિત રાદડિયા, યુનિટી બ્રાસ હબના અશ્વિન વિરાણી,ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ) સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે યુનિટી બ્રાસ વર્લ્ડના આ ધાર્મિક કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણને મહત્તવ આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ માત્ર એક રાજનેતા જ નહીં, પરંતુ ખેડૂતો અને દેશના એકતાના પ્રતીક હતા. તેમનું જીવન અને કાર્યો આપણને સૌને પ્રેરણા આપે છે. યુનિટી બ્રાસ વર્લ્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ એક પ્રેરણાદાયી પહેલ છે.* યુનિટી બ્રાસ વર્લ્ડના આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial