Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં વધતા જતા મેદસ્વીતાના પડકાર અંગે રાષ્ટ્રીય નિષ્ણાતોની અમદાવાદમાં કોન્ફરન્સ

વિકસીત ભારત ૨૦૨૪ માટે સ્વસ્થ ભારત

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૫: *વિકસિત ભારત ૨૦૪૭ માટે સ્વસ્થ ભારતઃ ભારતના વધતા જતા મેદસ્વીતાના પડકારને પહોંચી વળવા રાષ્ટ્રીય નિષ્ણાતોની અમદાવાદમાં કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા 'ધ ફોરમ, ક્લબ ૦૭માં એક ખાસ કાર્યક્રમ યોજાવા જઈ રહૃાો છે. આ ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી સોસાયટી ઓફ ઇન્ડિયા' (ઓએસએસ) ની ૨૩મી રાષ્ટ્રીય કોન્ફરન્સ છે. આ સંમેલનમાં દેશ-વિદેશના મોટા ડોક્ટરો અને નિષ્ણાતો ભેગા થશે અને ભારતમાં ઝડપથી વધી રહેલી મેદસ્વીતા તથા તેને લગતી બીમારીઓનો ઈલાજ કેવી રીતે કરવો, તે વિશે ચર્ચા કરશે.

ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી સોસાયટી ઓફ ઇન્ડિયા સંશોધન, તાલીમ અને લોકોમાં જાગૃતિ લાવીને મેદસ્વીતાની સાચી અને સુરક્ષિત સારવાર પૂરી પાડવામાં હંમેશાં આગળ રહી છે. ઓસીકોન કોન્ફરન્સ દ્વારા આ સંસ્થા નવા ઉપાયો શોધે છે અને સાથે મળીને કામ કરે છે, જેથી લાખો ભારતીયોના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકાય.

મેદસ્વીતા (વધતું વજન)  દેશના વિકાસ માટે એક ચિંતાનો વિષય

ભારત જ્યારે ૨૦૪૭ સુધીમાં એક વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહૃાું છે, ત્યારે વધતું વજન એક મોટી અડચણ બની શકે છે. મેદસ્વીતાને કારણે લોકોની કામ કરવાની શક્તિ ઘટે છે, હોસ્પિટલના ખર્ચ વધે છે અને સમાજનું સ્વાસ્થ્ય બગડે છે. મેદસ્વીતાને લીધે ડાયાબિટીસ, હ્ય્દયરોગ, ઊંઘમાં તકલીફ અને સાંધાના દુખાવા જેવી ગંભીર બીમારીઓ થાય છે, જેની અસર વ્યક્તિ, પરિવાર અને આખા દેશની પ્રગતિ પર પડે છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વારંવાર કહૃાું છે કે દેશને મજબૂત બનાવવા માટે બીમારીઓથી બચવું, સારી જીવનશૈલી અપનાવવી અને વજન ઓછું રાખવું ખૂબ જરૂરી છે. એટલે જ, મેદસ્વીતા દૂર કરવી એ હવે માત્ર ડોક્ટરોનું કામ નથી, પણ આખા દેશ માટે એક મહત્ત્વનું અભિયાન છે.

કોન્ફરન્સમાં દુનિયાભરના ઓબેસિટીના નિષ્ણાતો આવશે

ઓસીકોન ૨૦૨૬ માં ભારત અને વિદેશમાંથી ૫૦૦ થી વધુ ડોક્ટરો અને નિષ્ણાતો ભાગ લેશે. જેમાં બેરીયાટ્રીક સર્જન, એન્ડોક્રિનોલોજિસ્ટ, ફિઝિશિયન, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ અને સાયકોલોજીસ્ટ નો સમાવેશ થાય ઙ્મ.

આ કાર્યક્રમમાં દક્ષિણ કોરિયા, અમેરિકા, યુકે, ચિલી, જાપાન અને નેપાળ જેવા દેશોના જાણીતા નિષ્ણાતો પણ આવશે. તેઓ સાથે મળીને મેદસ્વીતા રોકવા માટેની નવી રીતો, ઓપરેશનની આધુનિક ટેકનિકો અને દર્દીઓની સારસંભાળ વિશે પોતાના અનુભવો જણાવશે. નિષ્ણાતો વજન ઘટાડવાના નવા સંશોધનો અને સારવારની નવી પદ્ધતિઓ વિશે પણ ચર્ચા કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh