Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ દ્વારા ૮૩૧ વાહન ચેક કરાયાઃ કાળી ફિલ્મ નંબર પ્લેટના ૧૨૩ કેસ નોંધી ર૭ વાહન ડીટેઈન

જામનગર શહેર-જિલ્લામાં યોજાઈ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવઃ

                                                                                                                                                                                                      

જામનગર શહેર-જિલ્લામાં શનિવારે જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીની સૂચનાથી અને જામનગર શહેર ડીવાયએસપી જે.એન. ઝાલા, લાલપુરના એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ સિટી એ, બી, સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજી, ટ્રાફિક શાખા, પેરોલ ફર્લો સ્કવોડ ઉપરાંત પંચકોશી એ, બી ડિવિઝન અને જિલ્લાભરના પોલીસ મથકોના સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મોટરમાં કાળી ફિલ્મ ઉપરાંત નંબર પ્લેટ વગર કે ફેન્સી નંબર પ્લેટ રાખી ફરતા વાહનો તેમજ નશાની હાલતમાં વાહન ચલાવતા શખ્સો અને હથિયાર સાથે રાખી જતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એમવી એક્ટની કલમ ૨૦૭ હેઠળ ર૭ વાહન ડીટેઈન કરાયા હતા. એમવી એક્ટની કલમ ૧૮પ મુજબ ૧ર કેસ નોંધાયા હતા. હથિયારધારા ભંગનું ઉલ્લંઘન કરતા પાંચ વાહનચાલક મળી આવ્યા હતા. કાળી ફિલ્મ, નંબર પ્લેટના ૧૨૩ કેસ કરાયા હતા. બીએનએસની કલમ ૨૮૧ તથા ર૮પમાં બે કેસ નોંધાયા હતા. કુલ ૮૩૧ વાહન ચેક કરાયા હતા અને ૭૯ વાહનચાલક પાસેથી રૂ।.૬૮૫૦૦ હાજર દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh