Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશની રાજધાની સંપૂર્ણપણે સુરક્ષિતઃ
નવી દિલ્હી તા. ૧૦ઃ પાકિસ્તાને રાજધાની નવી દિલ્હી ઉપર છોડાયેલ મિસાઈલનું સુરસુરિયું થઈ ગયું છે. પાકિસ્તાન હવે છેલ્લા પાટલે બેઠું છે. દિલ્હીને નિશાન પર લેવા માટે છોડેલી ફતેહ-ર મિસાઈલ ભારતે હરિયાણાના સિરસામાં જ તોડી પાડી છે, અને દેશનું પાટનગર સંપૂર્ણ સુરક્ષિત છે. કોઈ નુક્સાન કે જાનહાની થઈ નથી.
દિલ્હીને આતંકિત કરવાનું પાકિસ્તાનનું કાવતરૃ નિષ્ફળ ગયું છે. આજે વહેલી સવારે પાકિસ્તાને દિલ્હી પર ફતહ-ર મિસાઈલથી હુમલો કર્યો, પરંતુ દિલ્હી પહોંચે તે પહેલા જ ભારતે પાકિસ્તાનની ફતહ-ર મિસાઈલને તોડી પાડી છે. હરિયાણાના સિરસામાં પાકિસ્તાની ફતેહ-ર મિસાઈલ તોડી પાડવામાં આવી છે. દિલ્હી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારતને વાબ આપવા માટે પાકિસ્તાને ઓપેશન બુન્યાન ઉલ મારસૂસ શરૃ કર્યું છે. આ ઓપરેશનમાં ભારતભરમાં ઘણાં સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જ બુન્યાન ઉલ મારસૂસ ઓપરેશન હેઠળ પાકિસ્તાને દિલ્હી પર ફતેહ-ર મિસાઈલ છોડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની ફતેહ-ર મિસાઈલ દિલ્હી તરફ જઈ રહી હતી. ત્યારપછી હરિયાણાના સિરસા નજીકના એરબેઝ પરથી ફતહ-ર મિસાઈલને તોડી પાડવામાં આવી. દિલ્હીથી ર૦૦ કિલોમીટર દૂર પાકિસ્તાનના પ્લાન નિષ્ફળ બનાવવામાં આવ્યા. હાલમાં મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે કે દિલ્હી સંપૂર્ણપણે સુરક્ષિત છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનની ફતાહ શ્રેણીની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલની રેન્જ ૧ર૦ કિલોમીટર છે. એટલું જ નહીં, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી પંજાબ સુધી બોમ્બમારો શરૃ કરી દીધો છે. ભારતમાં ઘણી જગ્યાએ વિસ્ફોટોના અવાજો સંભળાયા. અહીં ભારતે શ્રીનગર એરબેઝથી પાકિસ્તાન પર પાંચ મિસાઈલો છોડી છે. આમાં એક પાકિસ્તાની ફાઈટર જેટ નાશ પામ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial