Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી દરમ્યાન સીમાચિહનરૂપ કાર્યઃ
જામનગર તા. ૧૮: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં સહકારી પ્રવૃત્તિઓને વેગવંતી અને વિકાસલક્ષી બનાવવા માટે કેન્દ્ર સરકારમાં કાર્યરત બનેલા સહકાર વિભાગના કેબીનેટ મંત્રી અમિતભાઈ શાહના અભિયાનને આગળ વધારવાના પ્રવાસોના ભાગરૂપે આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ દરમીયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજય સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અને જી.એસ.સી. બેંકના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા સહકારી બેંક પોતાના સ્થાપનાકાળના ૬૬ વર્ષ પછી સિમાચિહનરૂપ કાર્ય કરવા તરફ આગળ વધી રહી છે.
જામનગર જિલ્લા સહકારી બેંક નજીકના ભવિષ્યમાં અત્યાધુનિક અને વિશાળ મુખ્ય કચેરી અને વહીવટી ભવનમાં કાર્યરત થશે. શહેરના કાલાવડ રોડ પર રાધીકા સ્કુલ સામે મુખ્ય માર્ગ પર આ ઈમારતના ચાલી રહેલા બાંધકામના નિરીક્ષણ સાથે બેંકના ચેરમેન જીતુભાઈ લાલે પત્રકાર મિલનમાં આ ભવન નિર્માણ અંગેની વિગતો આપી હતી.
જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની હેડ ઓફિસનું બિલ્ડીંગ જામનગરમાં વર્ષોથી ખાદીભંડાર પાસે રણજીત રોડ પર કાર્યરત છે. પરંતુ હવે બેંકના વર્તમાન ચેરમેન જીતુભાઈ લાલના સીધા માર્ગદર્શન હેઠળ બેન્કની મુખ્ય કચેરી અને વહીવટી નવા ભવનના નિર્માણનું કાર્ય પુર જોશમાં ચાલી રહયું છે. જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રાધીકા સ્કૂલની સામે ૨૪,૯૬૯.૩૬ ચોરસ ફુટ વિશાળ જમીન પર આ અત્યાધુનિક ટેકનોલોજી સાથેના ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહૃાું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળના બિલ્ડીંગ માટે અંદાજે પચાસ હજાર ચોરસફુટમાં નિર્માણ કાર્ય સંપન્ન થશે. અંદાજે ૨૫ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કાર્ય આગામી વર્ષના પ્રારંભે પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે. આ ઈમારતમાં બેન્કની મુખ્ય શાખા સાથે વહીવટી કાર્યાલય કારત થશે.
આ ભવનમાં અનેક ટુ વ્હીલર- ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુચારૂ એન્ટ્રી-એકઝીટ વાળી પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવશે.
બેન્ક તથા હેડ ઓફિસના સ્ટાફ માટે મિટિંગ રૂમ, ટ્રેનીંગ હોલ, તેમજ ડાઈનીંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. બેન્કીંગ વ્યવહાર સંદર્ભમાં લોકરની સુરક્ષિત સુવિધા માટે અદ્યતન સ્ટ્રોંગ રૂમ પણ બનાવાઈ રહ્યો છે. સૌથી મહત્ત્વની અને ધ્યાનાકર્ષક સુવિધા સભાસદો તથા ખેડુતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ડોરમેન્ટરી (૨૪ની ક્ષમતા) એકિઝકયુટીવ રૂમ, સ્પેશિયલ રૂમ બનાવાશે. જેથી સભાસદો, ખેડૂતો તેમજ અન્ય સરકારી ઉચ્ચ અધિકારીઓ કે અન્ય મહાનુભાવોને રહેવાની સગવડતા પણ મળી રહેશે. તેની સાથે ડાઈનિંગ હોલ, પેન્ટ્રી, કિચન પણ બનશે. આ ચાર માળ ના ભવનમાં કામકાજની અનુકૂળતા અવરજવર માટે આધુનિક ત્રણ લિફટની સુવિધા મળી રહેશે.
સમગ્ર રીતે જોતાં જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકનું આ નિર્માણાધિન ભવન તમામ દૃષ્ટિએ જરૂરિયાત મુજબની આધુનિક સુવિધાઓ સાથેનું સહકારી પ્રવૃત્તિઓ માટેનું મહત્ત્વનું ઉર્જા કેન્દ્ર બની રહેશે.
આ ભવન જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તેમજ બેંકના સભાસદો, ખાતેદારો અને નગરજનો માટે એક અનોખી ભેટ સમાન બની રહેશે. તેમજ ભવનનું એલીવેશન પણ એટલું જ આકર્ષક અને યુનિક બની રહેશે.
આ નિર્માણાધિન ભવનના નિરીક્ષણ સાથે બેંકના ચેરમેન જીતુભાઈ લાલે પત્રકારોની સાથે શુભેચ્છા મુલાકત વેળાએ બેંકના કાર્યવાહક જનરલ મેનેજર અને સીઈઓ અલ્પેશભાઈ મોલીયા અને બેંકના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial