Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક મકાનમાંથી પંદર ચપલા કબજેઃ
જામનગર તા. ૩: જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં બાળકોના સ્મશાન પાસે આવેલા એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની છ બોટલ કબજે કરી છે. ઝડપાયેલા આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. જ્યારે બીજા મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧૫ ચપલા સાંપડ્યા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં આવેલા બાળકોના સ્મશાન નજીક એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સુચનાથી ગઈકાલે સાંજે ગૌતમ મુળજીભાઈ ચાંદ્રા ઉર્ફે ભીખાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની લતાશી લેવાતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની છ બોટલ મળી આવી હતી. બોટલ સાથે ભીખા ચાંદ્રાની ધરપકડ કરાઈ છે. શખ્સની પૂછપરછમાં તેણે દિગ્વિજય પ્લોટ-પ૮માં જ રહેતા આનંદ નાનજીભાઈ ભદ્રા પાસેથી બોટલ લીધાની કબૂલાત કરી છે.
દિગ્વિજય પ્લોટ-પ૮માં બાળકોના સ્મશાન પાસે આવેલા હર્ષ શાંતિલાલ ચાંદ્રા ઉર્ફે અબુ નામના શખ્સના મકાનમાં સિટી એ ડિવિઝનના સ્ટાફે પાડેલા દરોડામાં ઈંગ્લીશ દારૂના ૧૫ ચપલા મળી આવ્યા હતા. ચપલા સાથે હર્ષ ઉર્ફે અબુની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial