Advertisement
Author: નોબત સમાચાર

ઈરાને અમેરિકાને યુદ્ધ રોકવા પાછલા બારણે પ્રસ્તાવ મોકલ્યોઃ દાવો

ઈરાની ગૂપ્તચર એજન્ટોએ સીઆઈએનો સંપર્ક કર્યો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, ઈરાને ગૂપ્ત ચેનલો દ્વારા અમેરિકા સાથે વાતચીતનો પ્રસ્તાવ મૂકયો છે. ઈરાની ગુપ્તચર એજન્ટોએ તૃતીય પક્ષ એજન્સી દ્વારા યુએસ સીઆઈએનો સંપર્ક કર્યો છે, અને સંઘર્ષનો અંત લાવવા માટેની શરતો પર ચર્ચા કરવાની ઓફર કરી છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે મહત્ત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે. ઈરાને યુદ્ધના વિનાશને ટાળવા માટે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી છે અને ગુપ્ત ચેનલો દ્વારા અમેરિકાનો સંપર્ક કર્યો છે. સંઘર્ષનો અંત લાવવા માટેની શરતો પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂકયો છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ઈરાનના ગુપ્તચર મંત્રાલયના એજન્ટોએ તૃતીય પક્ષ ગુપ્તચર એજન્સી દ્વારા યુએસ સીઆઈએનો પરોક્ષ રીતે સંપર્ક કર્યો છે, યુદ્ધનો અંત લાવવા માટેની શરતો પર ચર્ચા કરવાની ઓફર કરી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યોે છે કે ઈરાને ગુપ્ત રીતે અમેરિકાને વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો છે. ઈરાની ગુપ્તચર અધિકારીઓએ સીઆઈએ સાથે પરોક્ષ સંપર્ક દ્વારા યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ઈશાની એજન્ટોએ ગુપ્ત ચેનલો દ્વારા સીઆઈએને સંદેશાઓ મોકલ્યા હતા અને યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટોની શક્યતા શોધવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, અમેરિકા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન માટે વાટાઘાટો શરૂ કરવાનો સમય પસાર થઈ ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની લશ્કરી ક્ષમતાઓ નોંધપાત્ર રીતે નબળી પડી ગઈ છે. આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. દરમ્યાન ઈઝરાયલે લેબનોનના ત્રિપોલીમાં એક પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર પર હૂમલો કર્યો છે. આ હૂમલોે બેદદાવી શરણાર્થી શિબિરમાં થયો છે. જે ઉત્તરી લેબનોનમાં સૌથી મોટી પેલેસ્ટિનિયન શરણાર્થી શિબિર માનવામાં આવે છે. આ દરમ્યાન ઈરાને ઈઝરાયલને કડક ચેતવણી આપી છે. ઈરાની લશ્કરી અધિકારીએ કહ્યું કે જો અમેરિકા અને ઈઝારયલ ઈરાનમાં શાસન પરિવર્તન માટે દબાણ કરવાનો પ્રયાસ કરશે, તો ઈરાન ઈઝરાયલના ડિમોના પરમાણુ કેન્દ્રને નિશાન બનાવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh