Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં આજે ભોઈ સમાજ દ્વારા થશે ૨૫ ફૂટની હોળીનું દહન

૭૦ વર્ષથી યોજાતી હોલિકાનાં વિરાટ પૂતળાવાળી હોળી રાજ્યભરમાં ખ્યાતનામ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લા ૭ દાયકાથી હોલિકાનાં પૂતળાવાળી વિરાટ હોળીનું દહન કરવામાં આવે છે. રિલાયન્સનાં ધનરાજભાઈ નથવાણી પ્રાયોજીત આ રાજ્યની સૌથી વિરાટ હોળીમાં હોલિકાનું ૨૫ ફૂટનું મહાકાય પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ તેની ગોદમાં ભક્ત પ્રહલાદનું પૂતળુ પણ મૂકવામાં આવ્યું છે. હોલિકા દહન વખતે હોલિકાને આગચંપી સાથે પ્રહલાદનાં પૂતળાને બચાવી લેવાની દિલધડક નાટ્ય પ્રસ્તુતિ સાથે અધર્મ પર ધર્મનાં વિજયનો જયઘોષ કરવામાં આવે છે. આજે રાત્રે ૮:૩૦ કલાકે હોલિકાનું દહન કરવામાં આવશે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી તથા રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતનાં મહાનુભાવો અતિથિ થશે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ શહેરમાં વિવિધ શેરી ગલીઓમાં સેંકડો સ્થળોએ આજે સાંજે હોળી પ્રગટાવવામાં આવશે. ચંદ્રગ્રહણની અસર થશે કે નહી? ગ્રહણ પાળવાનું કે નહી? અને ભદ્રા વગેરે બાબતોને કારણે સર્જાયેલ અવઢવો પછી આખરે આજે પૂનમની પૂર્વ સંધ્યાએ હોળી પ્રગટાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે. આજે સાંજે ૫:૫૬ કલાકે પૂર્ણિમાતિથિનો આરંભ થઇ જાય છે એટલેકે સંધ્યા સમય પછીનાં હોલિકા દહનની વેળા તથા આખી રાત્રિ પૂનમતિથિ માન્ય રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh