Advertisement
Author: નોબત સમાચાર

ધુતારપરની સીમમાં ખેતર સ્થિત ઓરડીમાં જુગારના અખાડા પર દરોડોઃ છ પકડાયા

શેઠવડાળા પાસે મોડીરાત્રે જુગાર રમતા પાંચ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૭: જામનગર તાલુકાના ધુતારપર ગામના એક ખેતરમાં આવેલી ઓરડીમાં ગંજીપાનાથી રમાતા જુગાર પર ગઈકાલે પોલીસે દરોડો પાડતા પાંચ શખ્સ તથા એક મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, મોટર મળી રૂ।.૯,૮૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે શેઠવડાળા પાસે મોડીરાત્રે તીનપત્તી રમતા પાંચ શખ્સ પકડાઈ ગયા છે. રૂ।.૧પ,પ૮૦ ઝબ્બે લેવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના ધુતારપર ગામમાં એક ખેતર સ્થિત ઓરડીમાં ગઈકાલે બપોરે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નિર્મળસિંહ જાડેજા, કાસમભાઈ બ્લોચને મળતા પીઆઈ એમ.એન. શેખને વાકેફ કરાયા પછી પોલીસ ટીમે ધુતારપરની સીમમાં કુમનભાઈ વિઠ્ઠલભાઈ ભંડેરી નામના ખેડૂતના ખેતર સ્થિત ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

તે સ્થળે કુમનભાઈને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા દીપક ઉર્ફે દિલીપ રમણીકભાઈ પાંભર, શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા, રજનીકાંત વિઠ્ઠલભાઈ સાંગાણી, અલ્તાફ જુસબ ડેલા, ફાતમાબેન સલીમભાઈ માજોઠી તથા કુમનભાઈ ભંડેરી નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૪,૭૩,૨૦૦ રોકડા, ગંજીપાના, ચાર મોબાઈલ, અર્ટીગા મોટર મળી કુલ રૂ।.૯,૮૮,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા નજીક ગાંગણ ડેમના કાંઠે ગઈરાત્રે જાહેરમાં તીનપત્તી રમતા હસન ઉમરભાઈ ઘોઘા, ફારૂક ઈસ્માઈલ ઘોઘા, ઈકબાલ પોલાભાઈ હાલેપોત્રા, લખીયાર જીવાભાઈ ઘોઘા, મનસુખભાઈ જીવરાજભાઈ સુદાણી નામના પાંચ શખ્સ શેઠવડાળા પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧૫૫૮૦ રોકડા, ટોર્ચ, ગંજીપાના કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh