Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રાએ જામનગરમાં યોજાશે પાંડુલિપિ કૌશલ્યમ વર્કશોપ

અહીં ૭૩૫૦ ઐતિહાસિક હસ્તપત્રો મૂળ અવસ્થામાં સચવાયેલા છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: આવતીકાલથી પહેલી માર્ચ સુધી જામનગર આઈઆરટીએ સંસ્થામાં બે દિવસીય પાંડુલિપિ કૌશલ્યમ્ વર્કશોપ યોજશે.

ભારત દેશ પ્રચૂર માત્રામાં ઇતિહાસ ધરાવે છે અને અહીંની સંસ્કૃતિ સાહિત્ય વિશ્વભરમાં પ્રાચીનત્તમ માનવામાં આવી છે ત્યારે સમ્રાટ અશોકના શીલાલેખ અને હસ્તપ્રતો સૌથી પૌરાણિક હયાતીનો પૂરાવો છે. આયુર્વેદ પણ એક પ્રાચીનત્તમ વિજ્ઞાન તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આયુર્વેદની જનકભૂમિ સમાન જામનગરમાં આવેલી દેશની સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી ભારત સરકારની સંસ્થા આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા આઈટીઆરએમાં આવેલી લાયબ્રેરીમાં ૭૩૫૦ હસ્તપ્રત મૂળ અવસ્થામાં સાચવાયેલી છે જેમાં ભરપૂર માત્રામાં ઇતિહાસ આલેખાયેલો છે.

તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના બે દિવસીય પાંડુલિપિ કૌશલ્ય વર્કશોપનું આયોજન આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે જેમાં નેશનલ મેન્યુસક્રીપ્ટ મીશન ભારત સરકારના ડાયરેક્ટર ડો. અવિનિર્માણ દાસ દ્વારા પણ માહિતી અને જ્ઞાન આપવામાં આવશે.

આઈટીઆરએના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે આઈટીઆરએ માં સૌપ્રથમ વખત યોજાવા જઈ રહેલા આ વર્કશોપમાં સમ્રાટ અશોકના સમયમાં એટલે કે ઈસવીસન પૂર્વે ૩૦૦ વર્ષ પહેલા પ્રયોગમાં રહેલી બ્રાહ્મી અને બરોષ્ઠી લિપિ, દેવનાગરી લિપિ, શારદા લિપિ જેવી અનેક લિપિ વિષે માહિતી, શૈલી અભ્યાસ, ઉકેલવાની પદ્ધતિ, તેનું સંરક્ષણ-રાખરખાવ, લેખન પધ્ધતિ અને સંશોધન જેવી બાબતોનો અભ્યાસ આયુર્વેદના ૩૦ અભ્યાસુઓને કરાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તેને આયુર્વેદના પરિપેક્ષયમાં પણ ઉપયોગ અર્થે જીવંત અભ્યાસ કરાવવામાં આવશે. વર્કશોપની આ વ્યવસ્થા ૩૦ આયુર્વેદના અભ્યાસુ પૂરતી સીમિત નહીં રહે પરંતુ ઑનલાઇન પણ અભ્યાસુઓ જોડાઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આઈટીઆરએના લયબ્રેરીયન પ્રો. વીરેન્દ્ર કોરી જણાવે છે કે આઈટીઆરએમાં કુલ ૭૩૫૦ મેનયુસક્રીપ્ટ (હસ્તપ્રતઃ) તંદુરસ્ત અવસ્થામાં સાચવાયેલી છે જેમાં માત્ર આયુર્વેદની જ ૫૧૫, શારદા અને ભોજપત્રમાં લખાયેલી ગીતા તિબ્બતી ભાષામાં કાપડ પર લખાયેલું સાહિત્ય, દક્ષિણ ભારતમાંથી ઉપલબ્ધ થયેલી તાળપત્ર, ભોજપત્ર પરની હસ્તપ્રત ઉપલબ્ધ છે. જેમાં કુલ ૧૮ વિવિધ વિષયમાં વિભાજિત છે જેવા કે વ્યાકરણ, વેદ, ધાતુવાદ અને જ્યોતિષશાસ્ત્ર.

અત્રે ઉલ્લેખનીય છે આઈટીઆરએ જામનગરમાં રહેલાં આ જીવંત ઇતિહાસને જોવા-જાણવા દેશ વિદેશમાંથી તો મુલાકાતે આવે જ છે પરંતુ ભારતવર્ષની પ્રાચીનત્તમ ભાષા બ્રાહ્મી બરોષ્ઠી અંગે અહીં દેશના ખ્યાતનામ ચાર તજજ્ઞો દ્વારા બે દિવસીય વર્કશોપમાં અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વિવિધ પદ્ધતિ, લેખન, શૈલી, સામગ્રી અને ઓળખ અને પ્રમાણભૂત કેમ કરવું તેનો પણ સમાવેશ કરવામાં આવશે. આમ થવાથી આપણા પૌરાણિક વારસાને એક અનેરૂ બળ પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh