Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલ્યાણપુર તાલુકાના ચાચલાણામાં
ખંભાળિયા તા. ૩૦: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે આવેલા સમસ્ત અપારનાથી પરિવારના કુળદેવી માતાજીનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨-૫-૨૫ ને વૈશાખ સુદ પાંચમના શુક્રવારે યોજાયો છે.
પરિવારના કુળદેવી (ફરા દેવસ્થાન)ના નવ મૂર્તિ નિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ૨-૫-૨૫ના સવારે ૮ વાગ્યે પ્રાયશ્ચીત વિધિથી પ્રારંભ થશે. તથા ગણેશપુજન, પુણ્યાવાચન, માતૃકા, નાંદી શ્રાધ બ્રાહ્મણ પૂજન વર્ધિની, યોગીજી ક્ષેત્રપાળ, પ્રધાનદેવ પૂજન, કુંડ પૂજન, અગ્નિ સ્થાપન ગૃહશાંતિ સાથે શોભાયાત્રા, જલયાત્રા, નગરદર્શન, મંડપ પ્રવેશ જલાધિવાસ, ધૃતાધિવાસ, ઔષધાદિવાસ, નેત્ર મિલન, ધ્વજારોહણ, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક યજ્ઞ હોમ આરતીના કાર્યક્રમો થશે. ૧૦ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા તથા બપોરે ૧૨-૩૦ વાગ્યે મહાપ્રસાદી થશે. જેનો લાભ અપારનાથી પરિવારને ભીખુગીરી રેવાગીરી અપારનાથી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial