Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જોબનપુત્રા પરિવાર નિર્મિત "મીયાવાકિ વન" નું સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલકની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન

જામનગરના અગ્રણી ઉદ્યોગકાર પરિવારના વડીલના લગ્નદિન તથા પુત્રના જન્મદિનની અનોખી ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર શહેરમાં સામાજિક તથા સેવાકિય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતા જોબનપુત્રા પરિવારના જલારામ મેટલ એલોયઝ વાળા મેહુલભાઈ જોબનપુત્રા દ્વારા પ્રકૃતિને સાચવવા તથા ખાસ કરીને ધરતીને હરીયાળીથી ઢાંકવા તથા આવનાર ભાવિ પેઢીને શુદ્ધ હવા, ઠંડક અને સુરક્ષિત પર્યાવરણ અને આહ્લાદક વાતાવરણ આપવાના આશયથી તથા ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના વિઝનથી પ્રેરાઈ અને સ્વચ્છ અને હરિત ભારતના સ્વપ્નને  સાકાર કરવાના શુભ આશયથી સદ્ભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી આશરે ૩૦ વિઘા જગ્યામાં, ગત ઓગષ્ટ ૨૦૨૫ થી દેશી ફળના ખાસ કરીને આયુર્વેદિક વૃક્ષો તથા ફળોના વૃક્ષો મળીને ૧૦૦ કરતા પણ વધુ પ્રજાતિના ૧,૦૨,૧૦૦ વૃક્ષો વાવી "મીયાવાકિ વન"નું ભવ્ય નિર્માણ કરેલ હતું. જામનગર શહેરમાં પ્રથમ અને એકમાત્ર પ્રોજેકટ આવનારા વર્ષોમાં હજારો પક્ષીઓનું આશ્રયસ્થાન બનશે અને સાથોસાથ લોકો માટે શાંતિ, શુદ્ધ હવા અને સ્વસ્થ જીવન માટે આશીર્વાદરૂપ બની રહેશે.

જામનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા તથા શ્રીમતી રમિલાબેન જોબનપુત્રાના લગ્નજીવનની ૪૭મી વર્ષગાંઠ તથા મેહુલભાઈ જોબનપુત્રા પુત્ર ચિ. નમનના ચોથા જન્મ દિવસની જોબનપુત્રા પરિવાર દ્વારા અનોખી રીતે પ્રેરણારૂપી બની રહે તે પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. જેના સહયોગથી આ સ્વપ્ન સાકાર બન્યુ છે એવા સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલક અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન આપનાર, વિવિધ સામાજીક પ્રવૃત્તિઓ માં લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનનાર, સેવા, સમર્પણ અને સંકલ્પ જેમનું સૂત્ર છે અને નિસ્વાર્થ ભાવથી માનવસેવા અને પર્યાવરણની જાળવણી પ્રત્યેની જેમની પ્રતિબદ્ધતા સરાહનીય રહી છે તેવા વિજયભાઈ ડોબરીયાની ઉપસ્થિતિમાં "મીયાવાકિ વન"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, વેપારીઓ, ઉદ્યોગકારોએ ઉપસ્થિત રહી જોબનપુત્રા પરિવારને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh