Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા ૬ વાહનો સીઝ કરાયા
જામનગર તા. ૫: જામજોધપુર પંથકમાંથી ખનીજ ચોરી કરતા છ વાહન ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા સીઝ કરાયા છે. અને રૂ।. દોઢ કરોડનો મુદમાલ સ્થગિત કરાયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાંથી ખનીજ ચોરી કરી રહેલ એક હિટાચી મશીન અને પાંચ ડમ્પર ને ભૂસ્તર શાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જામજોધપુર તાલુકા ના લાલવાડી નેસ, સતાપર ઉદેપુર રોડ ગામ માંથી અવાર નવાર મોરમ - ખનીજ ના બિનઅધિકૃત ખનન ની ફરિયાદ મળતા ભૂસ્તરશાસ્ત્રી જામનગર ની સૂચના થી જામનગર ની તપાસ ટીમ દ્રારા ગત તા.૦૩/૦૨/૨૦૨૬ ના રોજ આકસ્મિક રીતે તપાસ કરવામાં આવી હતી. ત્યારે ખનીજ ચોરી થતી હોવા નું જોવા મળતા એક હિટાચી તથા પાંચ ડમ્પર દ્રારા સરકાર ની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવા બદલ પકડી પાડવામાં આવ્યા હતા. અને પરડવા ગામ માં લિઝ માં કસ્ટડી સોંપેલ છે અને નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
સીઝ કરાયેલા વાહનો માં હિટાચી ( વાહન માલીક - રૂડાભાઈ હમીરભાઇ બઢ ), ડમ્પર નંબર- જીજે-૧૦-ટીવી -૫૪૧૯ (વાહન માલીક- મયુરભાઈ ઓડેદરા ), ડમ્પર નંબર - જીજે-૨૫-યુ-૯૦૮૯(વાહન માલીક- કરણભાઈ જેશાભાઈ રાતીયા ), ડમ્પર નંબર - જીજે-૧૦-ટીવી- ૧૧૧૭ (વાહન માલીક- ભરતભાઈ બાપોદરા) , ડમ્પર નંબર - જીજે-૧૨-એવી-૯૨૩૦ (વાહન માલીક- બાપોદરા વિરમભાઇ નાથાભાઈ) , ડમ્પર નંબર પ્લેટ વગર જેના ચેસીસ નંબર - જીજે-૨૫-યુ -૭૧૨૮ (વાહન માલીક- રામભાઇ વિરમભાઇ બાપોદરા) નો સમાવેશ થાય છે.
આમ, આશરે ૧.૫૦ કરોડ રૂપિયા નો મુદામાલ સ્થગિત કરવામાં આવ્યોંછે. આ કામગીરી સ્ટાફ ના નિખિલભાઈ, આનંદભાઈ, રમેશભાઈ,ભાવેશભાઈ, નૈતિક ભાઇ, રજનીકાંતભાઈ વગેરેએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial