Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય ગૃહમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, પવાર પરિવાર, રાજનેતાઓ, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોની ઉપસ્થિતિ
બારામતી તા. ૨૯: ગઈકાલે દુર્ભાગ્યપૂર્ણ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા અજિત પવારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે સંપન્ન થયા છે. અંતિમ દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી અને 'દાદા અમર રહો'ના નારા સાથે જનમેદની અંતિમયાત્રામાં જોડાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ તથા મંત્રીમંડળ તથા વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને નેતાઓ જોડાયા હતાં.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયા પછી આજે તેમના અંતિમ સંસ્કાર તેમના જ રાજકીય ગઢ બારામતીમાં સંપન્ન થયા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે.
બારામતીમાં દિગ્ગજ નેતા અજિત પવારના અંતિમ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ તથા ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિતના નેતાઓ તથા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો જોડાયા હતાં. અજિત પવારને ગન સેલ્યૂટ આપ્યા બાદ અંતિમ સંસ્કાર શરૂ કરાયા હતા.
અજિત પવારની અંતિમ યાત્રા સવારે ૯ વાગ્યે ગદિમા ઓડિટોરિયમથી શરૂ થઈ હતી અને વિદ્યાનગરી ચોક, ચછી ભીગવાન સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાનથી મરાઠી સ્કૂલના આંતરિક રસ્તાથી મુખ્ય મેદાનમાં પહોંચી હતી. તેમના પાર્થિવ શરીરને બુધવારે મોડી રાત સુધી વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં જાહેર દર્શન માટે રાખવામાં આવ્યું હતું. જેથી ગ્રામજનો અને કાર્યકરો અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના અંતિમ દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી.
ઉલ્લેખનિય છે કે, ૧૫,૦૦૦ કલાક ઉડાનનો અનુભવ ધરાવતા કેપ્ટન સુમિત કપૂર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. સહ-પાયલટ કેપ્ટન શામ્ભવી પાઠક, જેમની પાસે ૧,૫૦૦ કલાક ઉડાનનો અનુભવ હતો, તેમની સાથે વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું.
મહારાષ્ટ્રના બારામતીમાં એક ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે અજિત પવારને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભીડ એકઠી થઈ હતી. જ્યારે ભીડ બેકાબૂ બનવા લાગી અને વાતાવરણ તંગ અને ભાવનાત્મક બન્યું, ત્યારે અજિત પવારના ભત્રીજા રોહિત પવાર વ્યક્તિગત રીતે આગળ આવ્યા. તેમણે લોકોને શાંતિ અને સંયમ જાળવવા અપીલ કરી જેથી અંતિમ સંસ્કાર સરળતાથી થઈ શકે. રાજકીય મતભેદોને બાજુ પર રાખીને, રોહિત પવાર, એક પરિવારના સભ્ય તરીકે, ભીડમાં પ્રવેશતા અને પરિસ્થિતિને સંભાળતા જોવા મળ્યા હતાં.
અજિત પવારે પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે સહિત વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેમણે સાંસદ તરીકે પણ સેવા આપી હતી અને પાર્ટી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એનસીપીએ દિલ્હીમાં તેના કેન્દ્રીય કાર્યાલયમાં એક શોક સભાનું આયોજન કર્યું હતું, જ્યાં પાર્ટીના અધિકારીઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.
બારામતીમાં અજિત પવારને લઈ જતી વખતે ક્રેશ થયેલા વિમાન લર્નજેટનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે તેના આધારે સાચી દિશામાં તપાસ થઈ શકશે તે વિમાન ક્રેશ થયા પહેલા છેલ્લી ઘડીએ કઈ ઘટનાઓ બની હતી.
બુધવાર સાંજથી જ અજિત પવારના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા સમર્થકોનું ઘોડાપુર ઉમટયું હતું. બારામતીના રસ્તાઓ પર અજિત દાદા અમર રહે અને અજિત દાદા પાછા આવો ના નારા ગુંજી રહ્યા છે. પરિવારના સભ્યોમાં પાર્થ પવાર અને સુપ્રિયા સુલે વહેલી સવારથી જ વિધિઓમાં જોડાયા છે. સમર્થકોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે, કારણ કે મહારાષ્ટ્રે એક અત્યંત કર્મઠ અને સક્રિય નેતા ગુમાવ્યા છે.
પ્લેન ક્રેશની આ કરૂણ ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. તેની એરક્રાફટ એકિસડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) હાલ આ અકસ્માતની ફોરેન્સિક તપાસ કરી રહી છે. અહેવાલો મુજબ, ખરાબ વિઝિબિલિટીને કારણે પાયલોટને મુશ્કેલી પડી હતી. પોલીસ દ્વારા અજીત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ અને વિમાનમાં તેમની બેસવાની ખાસ સ્થિતિ પરથી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial