Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંઘને સાચા અર્થમાં સમજવા સંઘમાં જોડાવું પડે
રાજકોટ તા. ૨૦: રાજકોટના સેવાભારતી ભવનમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતનો સૌરાષ્ટ્રના યુવા વર્ગ સાથે સંવાદ યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો રાજકોટમાં સેવાભારતી ભવનમાં સૌરાષ્ટ્ર-કચ્છના પ્રતિભાશાળી યુવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. યુવાનોને સંબોધતા ડો. મોહનજીએ કહૃાું હતું કે, યુવાનો વિવિધ ક્ષેત્રે દેશ માટે કામ કરે છે, ત્યારે દેશ શું છે તેની સ્પષ્ટ કલ્પના મનમાં હોવી જોઈએ. ભૂતકાળમાં આવો સ્પષ્ટ ખ્યાલ મનમાં ના હોવાથી કે ધૂંધળો પડવાથી દેશ ગુલામ બન્યો હતો. આપણો દેશ ચૈતન્યમય છે, આપણે તેને ભારત માતા કહીએ છીએ, તે કોઈ જમીનનો ભાગ માત્ર નથી. તેનું વિભાજન ન થઈ શકે, તે ભાવ સાથે જોડાયેલો છે.
સંઘના સ્થાપક ડો. હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના પૂર્વે થયેલા મનોમંથનનો ઉલ્લેખ કરીને તેમણે સંઘની સ્થાપનાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી. તેમણે કહૃાું કે, જેમ બ્રિટનમાં બ્રિટિશ, અમેરિકામાં અમેરિકન તેમ હિન્દુસ્તાનમાં રહેનારા હિન્દુ છે. ભારત અને હિન્દુસ્તાન બંને અલગ નથી, એક જ છે, ભારત એ સ્વભાવ છે. હિન્દુ એ સ્વભાવ છે. હળીમળીને, સાથે, એકતાથી ચાલવાનો સ્વભાવ એ હિન્દુ છે. તેમણે કહૃાું કે, આપણી ભાવના વસુધૈવ કુટુમ્બકમની રહી છે. સનાતન, ભારતીય, ઈન્ડિક, આર્ય, હિન્દુ... બધા સમાન નામો છે. પણ હિન્દુ શબ્દ સરળ છે અને સહેલાઈથી સમજી શકાય છે.
આજે દેશમાં હિન્દુ સમાજને આત્મવિસ્મૃત કરવા માટે ષડયંત્રો ચાલી રહૃાા છે, તેનો ઉલ્લેખ કરતા તેમણે કહૃાું કે, હિન્દુઓ આદિકાળથી, પરંપરાથી આ ભૂમિ પર રહે છે અને દેશને શક્તિશાળી અને વિકસિત બનાવવાની જવાબદારી સમગ્ર સમાજની છે. આથી સંપૂર્ણ હિન્દુ સમાજને એક કરીને, ગુણવત્તાનું નિર્માણ કરીને વિશ્વ કલ્યાણ માટે દેશને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે સંઘ નિયમિત રીતે કામ કરી રહૃાો છે.
તેમણે કહૃાું કે, (૧) સામાજિક સમરસતા. (૨) કુટુંબ પ્રબોધન, (૩) પર્યાવરણઃ પાણી બચાવો, પ્લાસ્ટિક હટાવો, વૃક્ષો લગાવો, (૪) સ્વબોધ, સ્વદેશી, (૫) નાગરિક કર્તવ્ય આ પાંચ ક્ષેત્રોમાં કોઈપણ નાગરિક નાના, મોટા કામો કરીને પણ દેશહિતમાં યોગદાન આપી શકે છે.
આ કાર્યક્રમના અંતે યુવાનો દ્વારા સંઘ તથા દેશહિત સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ડો. મોહનજીએ વિવિધ ઉદાહરણો સાથે યુવાનોની જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું હતું. એક સવાલના જવાબમાં તેમણે કહૃાું કે, સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચો. બીજાના પ્રોપેગેન્ડાના આધારે સંઘને ના સમજી શકાય. જો તમે ઉત્કૃષ્ટ રીતે, નિઃસ્વાર્થ બુદ્ધિથી, પ્રામાણિક રીતે દેશહિતમાં કોઈ કામ કરો છો, તો તમે સંઘનું જ કામ કરો છો, એવું સંઘ માને છે.
આ કાર્યક્રમમાં બહેનોએ નોંધપાત્ર સંખ્યામાં ભાગ લઈ માતૃશક્તિ જાગરણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ તેમજ અન્ય જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહૃાા હતા.
નોંધનીય છે કે, ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર દ્વારા વર્ષ ૧૯૨૫માં વિજયાદશમીના પાવન દિવસે નાગપુરના મોહિતે વાડા ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સંઘને સો વર્ષ પૂરા થતાં તેની ઉજવણી નિમિત્તે પંચ પરિવર્તનના વિષયોને સમાજના દરેક વર્ગ સુધી લઈ જવા ડો. મોહનજી દેશભરમાં પ્રવાસ કરી રહૃાા છે. સંઘની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત તેઓ બે દિવસ રાજકોટના પ્રવાસે પધાર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial