Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી હાલાકી

                                                                                                                                                                                                      

જામનગરની જી.જી. હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર લેતા હોય છે તેમજ દાખલ દર્દીઓના સ્વજનો-પરિચિતોના આવાગમનને પગલે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પડકારજનક બની ગઈ છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો 'નો પાર્કિંગ' તરીકે સૂચવેલા વિસ્તારમાં પણ વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે. ઉપરાંત દિવ્યાંગો માટે ફાળવાયેલા પાર્કિંગમાં પણ દિવ્યાંગ ન હોય એ લોકો જગ્યા જોઈને વાહનો પાર્ક કરી ચાલ્યા જાય છે જેને પગલે ઘણી વખત દિવ્યાંગોએ પાર્કિંગ મુદ્દે હાલાકી ભોગવવી પડે છે. જી.જી. હોસ્પિટલમાં શ્વાન સહિતના રખડતા પશુઓના અહેવાલ અવારનવાર પ્રગટ થતા હોય છે, ત્યારે પાર્કિંગની સમસ્યા પણ લોકોને પજવી રહી છે. ઘણી વખત સુરક્ષાકર્મીઓ અને દર્દીઓના સ્વજનો વચ્ચેની રકજક પણ ચર્ચાનો વિષય બને છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh