Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૬ ફેબ્રુઆરી, શુક્રવાર અને મહા વદ પાંચમનું રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવેે, મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહોતો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા  કરે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

સિઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ધીરજ  રાખવી.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Cancer (કર્ક: ડ-હ)

આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય કામ  થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૫-૮

 

Leo (સિંહ: મ-ટ)

આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર  થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. આપના કામમાં ધીરે ધીરે  વ્યસ્ત થતા જાવ.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામ થઈ શકે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૭-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા થતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૮

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલી જણાય. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જવું નહીં. ખર્ચ-ખરીદી  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૯

 

Capricorn (મકર: ખ-જ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પત્નીનો સાથ-સહકાર  મળી રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય બાબતે રોકાણ-વ્યવહારમાં સરળતા રહે. ધંધામાં  આવક જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર  મળી રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૩



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh