Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના ચંડોળા તળાવ પાસે મેગા ડિમોલીશનઃ ગેરકાયદે ઝુંપડપટ્ટી પર ફર્યુ બુલડોઝર

બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદે બાંધકામોમાં રહેતા હતાઃ લલ્લુ બિહારીનું આલિશાન ફાર્મ હાઉસ ધ્વસ્તઃ સ્ટેની અરજી હાઈકોર્ટે ફગાવી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ર૯: અમદાવાદમાં ચંડોળા તળાવ પાસેના અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડા સમા ગેરકાનૂની બાંગ્લાદેશી ઘૂસણખોરોના આશ્રયસ્થાન બનેલા ઝુંપડપટ્ટી વિસ્તાર પર બુલડોઝર ફેરવી ૮૦૦ થી વધુ શંકાસ્પદોની અટકાયત કરાઈ છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવી છે.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ ૮૦૦થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઆરપી તથા એસઓજીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે ૪૦થી ૫૦ બુલડોઝર અને ૪૦થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.

ચંડોળામાં અત્યાર સુધી ૫૦૦ જેટલા મકાનો અને સંખ્યાબંધ ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. લલ્લુ બિહારી નામની વ્યક્તિએ પચાવી પાડેલી ૨ હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.  ફાર્મ હાઉસ રૂમ, કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ફુવારા, મીની સ્વિમિંગ પુલ, હીંચકા અને એસી સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લુ બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પૂરો પાડતો હતો.

લલ્લુ બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ ૧૦થી ૧૫ હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લુ બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે. હાલ બંનેને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે.

આ ડિમોલિશનના આ મુદ્દે ૧૮ જેટલાં અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ડિમોલિશન મુદ્દે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. તેમજ નિયમો વિરૂદ્ધ ડિમોલિશનની કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટે આ મુદ્દે અરજદારોની અરજી ફગાવી દીધી છે અને ડિમોલિશન પર સ્ટે મૂકવાનો ઈનકાર કરી દીધો હતો.

નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા ૧૪ વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસ દ્વારા છેક હવે કાર્યવાહી કરવામાં આવતા લોકો એ પણ સવાલ કરી રહૃાા છે કે તંત્રના નાક નીચે વર્ષોથી આટલું ગેરકાયદે બાંધકામ કઈ રીતે ચાલતું હતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh