Advertisement
Author: નોબત સમાચાર

૧૪ વર્ષથી નીચેના વયના શ્રમયોગીને નોકરી પર રાખનાર દુકાનદાર સામે ફોજદારી

શ્રમ અધિકારી ખુદ ફરિયાદી બન્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક દુકાનમાં ચૌદ વર્ષથી નીચેની વયનો શ્રમિક નોકરી પર હોવાનું જણાઈ આવતા દુકાનદાર સામે શ્રમ અધિકારીએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જામનગરના સરકારી શ્રમ અધિકારી ડી.ડી. રામી તથા તેમના સ્ટાફ દ્વારા ગઈકાલે જામનગરના રણજીતસાગર રોડ પર કરવામાં આવી રહેલા ચેકીંગ દરમિયાન ત્યાં આવેલા વ્રજ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં ચૌદ વર્ષથી નીચેની વયનો શ્રમિક નોકરી પર રાખવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી.

ત્યાં ધસી ગયેલી શ્રમ અધિકારી કચેરીની ટીમે પંથી સેલ્સ એજન્સી નામની દુકાનમાં ચકાસણી કરતા ત્યાંથી ચૌદ વર્ષથી નીચેની વયનો શ્રમયોગી મળી આવ્યો હતો. તેને ત્યાંથી મુક્ત કરાવી શ્રમ અધિકારી ડો. રામીએ ખુદ ફરિયાદી બની દુકાનના સંચાલક જસ્મિન હરીભાઈ અકબરી સામે સિટી એ ડિવિઝનમાં ચાઈલ્ડ લેબર એમેન્ડમેટ એક્ટની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh