Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ હજાર વર્ગ-૪ ના કર્મચારીઓની જગ્યાઓ ખાલીઃ ગ્રંથપાલ-શિક્ષકોની ૬ હજાર જગ્યા ખાલી...
ખંભાળિયા તા. ૨૬: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સર્વાંગી વિકાસના બણાંગાઓ વચ્ચે શિક્ષણ ક્ષેત્રે અધોગતિની વરવી સ્થિતિ પ્રવર્તી રહે છે.રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, ક્લાર્ક, પટાવાળા સહિતની દસ હજાર જેટલી જગ્યા ખાલી છે.
આ પ્રકારના પ્રશ્નો અંગે રાજ્યના આચાર્ય સંઘના આગેવાનોએ રાબેતા મુજબ મુખ્યમંત્રી સાથે મુલાકાત લઈ રજૂઆત કર્યાની પ્રસિદ્ધિ કરાવી છે.
રાજ્ય પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરાયેલી રજૂઆતોમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪ વર્ષથી ક્લાર્ક તથા પટાવાળાઓની ભરતી થઈ નથી. ૧૭૦૦ જેટલી શાળાઓ એવી છે કે જે વર્ષોથી એક પણ ક્લાર્ક વગર ચાલે છે તથા ૩ હજાર પટાવાળાઓની જગ્યા ખાલી છે તથા ગ્રંથપાલ અને શિક્ષકોની છ હજાર જેટલી જગ્યા ખાલી હોય, રોજ શિક્ષણ વિભાગ ઓનલાઈન, ઓફલાઈન ૧૦ થી ૧ર પ્રકારની માહિતી માગતું હોય, શિક્ષકોની ઘટ હોવા છતાં તેમણે શિક્ષણના ભોગે આ કામો કરવા પડે છે.
રાજ્યમાં તાકીદે ક્લાર્ક-પટાવાળા શિક્ષકની ભરતી કરવા અને જ્યાં સુધી કાયમી ભરતી ના થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શાળા સહાયક-આઉટ સોર્સીંગથી ક્લાર્ક તથા જ્ઞાન સહાયકમાં લાયકાતમાં છૂટછાટ આપીને પણ છ જેટલા વિષયના શિક્ષણ સહાયકોમાં કાયમી ભરતીમાં દ્રીસ્તરીય ટેટ પાસ શિક્ષકો ઉપલબ્ધ ના હોય જગ્યાઓ ભરાઈ નથી જેથી હંગામી રીતે ટૂંકા ગાળામાં લાયકાતમાં છૂટછાટ આપી નિમણૂક કરવી જેથી શિક્ષણને માઠી અસર ના થાય.
આગામી જૂન ર૦ર૬ ની સ્થિતિમાં જો આમ જ ચાલ્યું તો ૧૦ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેવા સંભવ છે, જેથી ખૂબ જ માઠી અસર શિક્ષણને થાય તેમ હોય, તાકીદે જગ્યાઓ ભરવા માગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial