Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુઆનાહુઆતો મેક્સિકોનું સૌથી હિંસક રાજ્ય મનાય છેઃ તપાસ શરૃઃ કારણ અકબંધ
લોમા દે ફલોરેસ તા. ર૬: મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરીંગ થતા ૧૧ ના મૃત્યુ થયા છે અને ૧ર લોકો ઈજાગ્રસ્ત છે, જેની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે.
મેક્સિકોના ગુઆનાહુઆતો રાજ્યમાં રવિવારે એક ફૂટબોલ મેચ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. આ ભયાનક ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે અને ૧ર અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ હુમલો લોમા દે ફ્લોરેસ વિસ્તારમાં થયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફૂટબોલ મેચ જોવા મેક્ઠા થયા હતાં. હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દેતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરીંગને કારણે ૧૦ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
સ્થાનિક મેયરની કચેરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત હજુ પણ નાજુક છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સેના અને નેશનલ ગાર્ના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી દીધી છે. સત્તાવાળાઓએ હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
જો કે, હજુ સુધી આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ સ્પષ્ટ થયો નથી. ગુઆનાહુઆતો રાજ્ય મેક્સિકોનું સૌથી હિંસક રાજ્ય માનવામાં આવે છે. અહીં ડ્રગ માફિયાઓ અને ગેંગ વચ્ચે વર્ચસ્વ જમાવવા માટે વારંવાર સશસ્ત્ર સંઘર્ષ થતા રહે છે. આ વિસ્તાર ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવા છતાં સંગઠિત અપરાધોને કારણે અહીં હત્યાના આંકડા ખૂબ ઊંચા છે.
આ હુમલાના થોડા સમય પહેલા જ આ જ શહેરમાં ચાર થેલાઓમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતાં, જે વિસ્તારમાં વધતી હિંસાની ગંભીરતા દર્શાવે છે. મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબૌમે તાજેતરમાં દાવો કર્યો હતો કે ર૦રપ માં દેશમાં હત્યાનો દર છેલ્લા દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. સરકારી આંકડા મુજબ ર૦રપ માં પ્રતિલાખ વસ્તીએ ૧૭ હત્યાઓ નોંધાઈ હતી.
જો કે, ફૂટબોલ મેદાન પર થયેલા આ તાજા નરસંહારે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial