Advertisement
Author: નોબત સમાચાર

સરસ્વતી શિશુ મંદિર વિભાપર સંચાલિત શિક્ષણ મંદિરોનો વાર્ષિકોત્સવ ઉજવાયો

વિદ્યાભારતી-ગુજરાત પ્રદેશ સંલગ્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા સંચાલિત શિક્ષણ સેવાના પ્રકલ્પ તરીકે ચલાવવામાં આવતા શિક્ષણ મંદિરોના બાળકોનાં સર્વાંગી વિકાસ,સંસ્કાર અને પ્રતિભાને ઉજાગર કરી શકે એ માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ૩૦ શિક્ષણ મંદિરનાં કુલ ૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો.

આ સંપૂર્ણ કાર્યક્રમનાં આયોજક અને માર્ગદર્શક ગુજરાત પ્રાંત સહપ્રમુખ વિપુલાબેન વિરાણી રહૃાાં હતા. આ ઉપરાંત કાર્યક્રમના સંયોજિકા કામિનીબેન ચીખલીયા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાભારતી ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી મહેશજી પતંગે, અતિથિ તરીકે આરએસએસનાં રાજકોટ વિભાગ કાર્યવાહી તેમજ સંઘ કાર્યવાહક  નિકુંજભાઈ ખાંટ,  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, લઘુ ઉદ્યોગ ભારતી તેમજ સહકાર ભારતીનાં અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. અને શિક્ષણ મંદિરના દાતાઓ કે જેઓ દર વર્ષે બાળકોને દાન સ્વરૂપે પુસ્તકો, ભોજન તેમજ સ્ટેશનરી વગેરે આપતા રહે છે અને શિક્ષણ મંદિરો પણ દત્તક લે છે તેવા બધા દાતાઓ હાજર રહૃાા હતા. જેમાંથી મુખ્ય આમંત્રિત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વંદના બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે કૃતિઓની કરી હતી જે બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. સૌપ્રથમ ગણેશ વંદના ત્યારબાદ નાના નાના ભૂલકાઓ દ્વારા બાળગીત, વકૃત્વ, કૃતિ રાસ, છપાકરૂ, માનો ગરબો, હાસ્ય નાટક આવી ઘણી બધી કૃતિઓની બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા દાતાઓનું મોમેન્ટો આપી સ્વાગત, સન્માન કરાયું હતું. મુખ્ય અતિથિ મહેશજી પતંગેનું બૌદ્ધિક ઉદબોધન આપતા તેમને સમાજને ઉપયોગી એવી પંચ પરિવર્તનની વાત મૂકી હતી. બાદમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓનો દોર ચાલુ રહૃાો હતો. જેમાં હાસ્ય નાટક, તલવાર રાસ, શ્રીમદ ભગવદ્ ગીતાજીના અધ્યાયનો પાઠ, સાહસિક અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે વિપુલાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. અને વંદે માતરમના  સમૂહ જ્ઞાન સાથે વાર્ષિક ઉત્સવ સંપન્ન થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh