Advertisement
Author: નોબત સમાચાર

જળસંચય માટે ર૮ ગામોના તળાવો ઊંડા ઉતારવાના કામનો ઠેબાથી પ્રારંભ

સંસ્થાકીય સહયોગ દ્વારા સ્વભંડોળથી

                                                                                                                                                                                                      

જામનર તા. ૩૧: જામનગર જિલ્લાના ર૮ ગામોમાં સ્વભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગરૂપે ઠેબા ગામમાં કામની શરૂઆત કરાઈ છે. જામનર જિલ્લાના ર૮ ગામોમાં સ્વભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળસંચય કરવાના કાર્યના ભાગરૂપે ઠેબા ગામમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

જૈનસંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજક શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તથા રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેષ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે, સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢિયા, જીતેન શાહ, ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવકાર મંત્રના પઠન પછી જળસંચય માટે માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી પછી ઠેબાના તળાવમાં સવાકરોડ લીટરથી વધુ વર્ષાજળ સંચિત થશે જેનો ગામના અનેક ખેડૂતો અને પશુ-પક્ષી, ઢોર-ઢાંખરને લાભ મળશે. જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વભંડોળથી, ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર, રાવલસર જેવા અનેક ગામમાં જળસંચયના કાર્યો હાલ ચાલી રહેલ છે, જેમાં બન્ને સંસ્થા દ્વારા આ ભગીરથ કાર્યમાં તન-મન-ધનથી જોડાવા માટે જાહેર જનતાને અ૫ીલ કરવામાં આવેલ છે.

વરસાદી પાણીને વહી જતું અટકાવવું બહુ જરૂરી છે. લોકો પોતાના ઘર/ફેક્ટરીની છત અને છાપરા ઉપર પડતા વરસાદી પાણીને સંચિત કરે તો જળસ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કામમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકો છો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh