Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીસન ફાર્મા કંપનીના ફરાર માલિકો સામે એસઆઈટી રચાઈ
ભોપાલ તા. ૯: ર૩ જેટલા બાળકોના મૃત્યુ માટે જવાબદાર ચાઈલ્ડ કિલર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે.
મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરતા શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દુષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી ર૩ જેટલા બાળકોના મૃત્યુની ભયાનક ઘટના પછી કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા પછી રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો પર ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે આરોપીઓને પકડવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને રૂ. ર૦,૦૦૦ નું રોકડ ઈનામ જાહેર કર્યુ હતું.
કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિશ્ચિત કરવા માટે એક ખાસ એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી. જેના પરિણામે રંગનાથનની ધરપકડ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના આરોગ્ય રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં જેટલા બાળકો ઝેરી કફ સિરપ પીવાથી મૃત્યુ પામ્યા છે અને આ ગંભીર બેદરકારી માટે તામિલનાડુ સરકાર જવાબદાર છે. પટેલે કહ્યું, "રાજ્યમાંથી નિકાસ થતી દવાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી તામિલનાડુ સરકારની હતી. મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં આવતી દવાઓનું રેન્ડમ નિરીક્ષણ પણ કરે છે, પરંતુ સંયોગથી આ સિરપનો તે નમૂનામાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial