Advertisement
Author: નોબત સમાચાર

આસારામના દીકરા નારાયણસાંઈના પત્ની જાનકીદેવી સાથે છૂટાછેડા મંજુર કરતી અદાલત

ભરણપોષણના રૂ।. બે કરોડ ચૂકવવા પડશેઃ

                                                                                                                                                                                                      

ઈન્દોર તા. ૮: આસારરામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકીદેવી સાથે છૂટાછેડા અદાલતે મંજુર કર્યા છે અને રૂ।. બે કરોડનું ભરણપષોણ પણ મંજુર થયું છે.

આસરામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ઈન્દોરની ફેમિલી કોર્ટે બન્નેના છૂટાછેડા મંજુર કર્યા છે. સાથે જ નારાયણ સઈંઈને તેની પત્નીને કરોડો રૂપિયાનું વળરણ ચૂકવવાનો કડક આવદેશ પણ આપ્યો છે.

જાનકી દેવીએ વર્ષ ર૦૧૮ માં છૂટાછેડા માટે અરજી કરીહતી. આ લાંબી કાનૂની પ્રક્રિયા પછી ર એપ્રિલ ર૦ર૬ ના કોર્ટે ચૂકાદો આપણા જતાવ્યું કે, નારાયણ સાંઈએ આગામી ૩ મહિનામાં જાનકી દેવીને ર કરોડ રૂપિયા સ્થાયી ભરણપોષણ તરીકે ચૂકવવા પડશે.

જાનકી દેવીના વકીલના જણાવ્યા મુજબ જ્યારે ર૦૧૮ માં અરજી કરવામાં આવી હતી ત્યારે કોર્ટે વચગાળાના ભરણપોષણ તરીકે દર મહિને પ૦ હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો, જો કે નારાયણ સાંઈએ છેલ્લા ૮ વર્ષમાં એક પણ રૂપિયો પત્નીને આપ્યો નહોતો. કોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી.

જાનકી દેવીએ પોતાની અરજીમાં નારાયણ સાંઈ પર માનસિક અત્યાચાર સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા હતાં અને પાંચ કરોડ રૂપિયા ભરણપોષણની માગણી કરી હતી. બીજી તરફ નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે અને સુરતની જેલમાં બંધ છે. માર્ચ ર૦ર૬ માં તેને કડક સુરક્ષા વચ્ચે ઈન્દોર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેના નિવેદનો નોંધાયા પછી અંતિમ નિર્ણય લેવાયો છે. ર૦૦૮ માં શરૂ થયેલા લગ્નજીવનનો આ સંબંધ હવે ર૦ર૬ માં કાનૂની રીતે સમાપ્ત થઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh