Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારીનો કાચ તોડી આગ લગાડાયાના સીસીટીવી ફૂટેજઃ
જામનગર તા. ૨: જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પર ગઈ તા.૨૪ની રાત્રે એક વેપારીની સ્ટાફ બસ પાર્ક કરીને રાખવામાં આવી હતી તેમાં આગ ભભૂકતા રૂપિયા સોળેક લાખનું નુકસાન થયું હતું. તે પછી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ તે બસમાં આગ લગાડતો જણાઈ આવ્યો હતો. તે શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના હિરજી મીસ્ત્રી રોડ પર આવેલા જીઆઈડીસી ફેસ-૧ના પ્લોટ નં.૬માં કરમુર મેટલ નામના કારખાના પાસે નિશાંતભાઈ બટુકભાઈ ડોબરીયા નામના વેપારીએ જીજે-૧૦-ટીવી ૮૪૮૨ નંબરની પોતાની ટાટા કંપનીની ૪૧ વ્યક્તિઓની બેઠકવાળી સ્ટાફ બસ ગઈ તા.૨૪ની રાત્રે રખાવી હતી.
તે રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઉપરોક્ત બસ કોઈ રીતે સળગી ઉઠી હતી અને જોતજોતામાં આગની લપેટમાં આવી ગયેલી આ બસમાં રૂપિયા સોળેક લાખનું નુકસાન થયું હતુુું. ત્યારપછી આ વિસ્તારમાં મૂકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા બનાવની રાત્રે પોણા બારેક વાગ્યે અજાણ્યો શખ્સ ચાલીને તે બસ પાસે આવ્યા પછી બારીનો કાચ તોડીને અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો.
આ શખ્સે બસમાં ઘૂસ્યા પછી અંદર જઈ કોઈ રીતે બસની સીટો સળગાવી હતી અને ગણતરીની સેકન્ડોમાં બસમાંથી ઉતરી જઈ પોબારા ભણી લીધા હતા અને તે પછી સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી. નિશાંતભાઈએ બસમાં આગ લગાડનાર અજાણ્યા શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ ૩૨૪ (પ), ૩૨૬ (એફ) હેઠળ ગુન્હો રજીસ્ટર કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial