Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૮,૬૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨: જોડિયાના હડિયાણા ગામમાં એક ખેતર સ્થિત મકાનમાં ગઈરાત્રે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની ૧૯૨ બોટલ મોટરમાંથી ઉતારી રહેલા બે શખ્સ ઝડપાઈ ગયા હતા. દારૂ, મોટર, મોબાઈલ મળી કુલ રૂ।.૮,૬૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. મોરબીના સપ્લાયરનું નામ ઓકાવાયું છે.
જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા હડિયાણા ગામમાં એક મકાનમાં મોટરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, ભરત ડાંગર, મયુદ્દીનને મળતા પીઆઈ વી. એમ. લગારીયાની સૂચનાથી ગઈરાત્રે સાડા બારેક વાગ્યે એલસીબીના સ્ટાફે હડિયાણા ગામના ધાર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે બિપીન વસ્તાભાઈ વકાતરના આવેલા ખેતર સ્થિત મકાનમાં ચકાસણી કરવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૯૨ બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો, બે મોબાઈલ, રૂ।.૬ લાખની મોટર મળી એલસીબીએ રૂ।.૮,૬૪, ૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને બિપીન વસ્તાભાઈ વકાતર તથા જેઠાભાઈ કરમશીભાઈ જુથરની અટકાયત કરી છે. આ શખ્સોએ મોરબીના ભીમશી પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial