Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરનામું:
ખંભાળિયા તા. ૨૬: આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દૃષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં તા.૨૫/૦૨/૨૦૨૬ સવારના ૮ કલાકથી તા.૫/૩/૨૦૨૬ના રાત્રિના ૮ કલાક સુધી દ્વારકા શહેરમાં હાથીગેટથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક-કીર્તિસ્તંભ-દ્વારકાધીશ મંદિર તરફ, મહાજન બજારથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, બ્રહ્મ કુંડથી શ્રી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફ અને કીર્તિસ્તંભ સર્કલથી શ્રી દ્વારકાધીશ મંદિર પૂર્વ દરવાજા તરફથી ભારે વાહન તમામ/કાર/થ્રી વ્હીલ/ટુ વ્હીલના પ્રવેશ પર, ધીંગેશ્વર મંદિરની સામેની ગલી દ્વારકાધીશ મંદિર તરફ અને શાકમાર્કેટ ચોકથી મહાજન બજાર/નીલકંઠ ચોક/શ્રી દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ/કાર/થ્રી વ્હીલના પ્રવેશ પર તેમજ ઇસ્કોનગેટથી-ભથાણ ચોક-જોધાભા માણેક ચોક-દ્વારકાધીશ મંદિર તરફ ભારે વાહનો તમામ /કાર પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક-ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કીટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક-ભદ્રકાલી ચોક તરફ તથા પ્રીતમ વ્યાયામ તરફ જતા રસ્તે ભારે વાહનો તમામ તેમજ બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું અત્રેથી અથવા પોલીસ અધિક્ષકશ્રી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનો તેમજ ઇમરજન્સી વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial