Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સશક્ત નારી મેળાની ફલશ્રૂતિઃ
જામનગરમાં આયોજિત સશક્ત નારી મેળામાં ભૂમિબેન ટાંક નામના મહિલાને નિઃશુલ્ક સ્ટોલની સુવિધા મળી હતી. આ સ્ટોલ દ્વારા મહિલાએ પરંપરાગત લીપણ આર્ટ અને મડવર્કનું પ્રદર્શન તથા વેચાણ કરીને રોજગારી મેળવી છે.
જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી મહિલાઓને હસ્તકલા, ગૃહઉદ્યોગ અને પરંપરાગત કળાઓ રજૂ કરવાની તક મળી છે. ત્યારે ભૂમિબેન લીપણ આર્ટ અને મડવર્કના આકર્ષક નમૂનાઓ રજૂ કરી મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. નિઃશુલ્ક સ્ટોલ મળવાથી તેમને આર્થિક ચિંતા વગર પોતાની કળા રજૂ કરવાની તક મળી, જેના કારણે આવકમાં વધારો થયો અને આત્મવિશ્વાસ પણ વધ્યો. આવી પહેલો મહિલાઓને ઘર બેઠા આવક મેળવવા અને પોતાની કળાને ઓળખ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભૂમિબેન ટાંક જણાવે છે કે, હું લીપણ આર્ટ અને કચ્છના મડવર્કમાંથી અવનવી સુશોભનની વસ્તુઓ બનાવું છું. આ વર્ક ઘણું જુનુ હોવા છતાં ટ્રેન્ડમાં છે. જેને ધ્યાનમાં રાખીને હું બર્થડે, એનિવર્સરી કે બીજા કોઈ પણ પ્રસંગમાં ગિફ્ટ આપવા માટે વસ્તુઓ કસ્ટમાઈઝ કરી આપું છું. હું વોલફ્રેમ, દીવડા, રંગોળી, નેમપ્લેટ, ફોટોફ્રેમ જેવી વસ્તુઓ બનાવું છું. અને કોઈને આર્ટ શીખવું હોય તો કલાસીસ પણ કરાવું છું. તેઓ વધુમાં જણાવે છે કે, સરકારે સશક્ત નારી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ ફાળવ્યો તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરૃં છું. લોકોને રોજગારી મળે તે માટે સરકાર સહકાર આપે છે. લીપણ આર્ટ અને મડવર્ક ટ્રેન્ડમાં હોવાથી તેઓને રોજગારી પણ મળી રહે છે. રાજ્ય સરકાર દ્વારા સશક્ત નારી મેળા જેવા કાર્યક્રમો થકી પરંપરાગત કળાઓને નવી ઓળખ મળી રહી છે.
પારૂલબેન કાનગડ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial