Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છાતીમાં સળીયો વાગી જતા ઈલેકટ્રીશિયનનું મોતઃ
જામનગર તા. ૨૩: કલ્યાણપુરના ભોગાત ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક યુવાનની તેર વર્ષની પુત્રીને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ તરૂણીએ વિષપાન કર્યું હતું. તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દ્વારકામાં અકસ્માતે હૃદયના ભાગે સળીયો વાગી જતા ઈલેકટ્રીશિયનનું મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં પરબતભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અંબાસોટી ગામના વતની મુકેશભાઈ મેરસિંગ ડાવર નામના આદિવાસી યુવાનની તેર વર્ષની પુત્રી પાયલે ગઈ તા.૧૧ ડિસેમ્બરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ તરૂણીને તેણીની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા માઠું લાગી આવતા પાયલે ઉપરોક્ત પગલું ભર્યું હતું. સારવારમાં ખસેડવામાં આવેલી તરૂણીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પિતા મુકેશભાઈએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરની સોનાગરા શેરીમાં રહેતા જીતેન્દ્રભાઈ હરજીભાઈ કણઝારીયા (ઉ.૩૩) નામના યુવાન ઈલેકટ્રીકનું લગતું કામ કરતા હતા. તેઓ ગયા મંગળવારે આર.કે.નગરમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે હૃદયના ભાગે તેઓને લોખંડનો સળીયો વાગી જતા વધુ પડતું લોહી વહી જવાથી આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. કિશોરભાઈ પ્રેમજીભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial