Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખનું સરપ્રાઈઝ ચેકીંગઃ
જામનગર તા. ૨૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિના માધ્યમથી સમયાંતરે વિવિધ વિકાસ કામો, તેના લાખો-કરોડોના ખર્ચ મંજુર થાય છે. તેમાંથી કેટલા કામ થયા, કેવા થયા તેની કોઈ વિસ્તૃત કે સત્તાવાર જાહેરાત ક્યારે ય થઈ નથી કે થતી નથી! સ્ટ્રેન્ધનીંગ અને મેઈન્ટેનન્સના રૂપાળા બહાને સ્થાયી સમિતિની બેઠકોમાં નિયમિતરીતે માતબર રકમો ફાળવવામાં આવે છે અને મંજુર કરવામાં આવે છે. જે અંતર્ગ જ કેટલાક ચોક્કસ વિકાસ કામો થતા હશે.
બાકી... તાજેતરમાં જ એક કિસ્સામાં વર્કઓર્ડર વગર જ સીસી રોડનું કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કરી દીધાનું જાણવા મળતા મનપા તંત્રમાં કેવું લોલંલોલ ચાલે છે તે પૂરવાર થાય છે.
જામનગરના વોર્ડ નં. ૭ મા કૃષ્ણનગરની શેરીમાં સીસી રોડનું કામ ચાલુ થયું છે. આ કામ નબળું થઈ રહ્યું હોવાનું જાણવા મળતા જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જાતે સ્થળ ઉપર જઈ તપાસ કરી હતી, જ્યાં જે તે કોન્ટ્રાક્ટરના કર્મચારી પાસે વર્ક ઓર્ડર માગતા કોન્ટ્રાક્ટરના માણસે એવો જવાબ આપ્યો કે ઓર્ડર તો નથી! વર્ક ઓર્ડરની હાર્ડ કોપી તો બતાવો તેવું કોંગ્રેસ પ્રમુખે કહેતા પેલા ભાઈએ જવાબ આપ્યો કે વર્ક ઓર્ડરની કોપી મોબાઈલમાં છે. તો પછી તે બતાવો... પણ કોન્ટ્રાક્ટરનો માણસ વર્ક ઓડર બતાવી શક્યો નહીં.
ત્યારપછી આખી શેરીના ખોદી કાઢેલા માર્ગ ત્યાં ચાલી રહેલા કામ, તેમાં વપરાતી સિમેન્ટ-કાંકરી તથા થઈ રહેલા ધીમી ગતિના કામની ચકાસણી દિગુભાએ કરી હતી અને પ્રજાના નાણામાંથી માંડ માંડ મંજુર કરાયેલા કામો નિયમોનુસાર, અને ટકાઉ તથા સારી ગુણવત્તાના થાય તેવી કડક સૂચના આપી હતી. મટીરીયલ્સના સેમ્પલ લઈ રોજકામ કરવામાં આવ્યું હતું.
વર્કઓર્ડર કોણ ઈસ્યુ કરે છે? આ વર્કઓર્ડરની હાર્ડકોપી સાથે રાખવાની અને તેમાં કામની વિગતો આમજનતા કે કોઈપણ નાગરિક માગે તો દેખાડવાની જવાબદારી ફરજિયાત છે, ત્યારે કૃષ્ણનગરની શેરીમાં ચાલી રહેલા કામમાં નબળા કામ અને ભ્રષ્ટાચારની આશંકા પણ કોંગ્રેસ પ્રમુખે વ્યક્ત કરી છે.
નવાઈની વાત તો એ છે કે લાખો રૂપિયાના ખર્ચે થઈ રહેલા કામ ઉપર મનપાના કોઈ સુપરવાઈઝર ત્યાં હાજર પણ ન હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial