Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૨ ના કર્મચારીઓ-કામદારો દ્વારા
જામનગર તા. ૩૦: જામનગર મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં છેેલ્લા ૨૯ વર્ષથી નોકરી કરતા પંકજભાઈ ગોહિલનો વોર્ડ નં. ૨ ના કર્મચારીઓ તથા સફાઈ કામદારો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પંકજભાઈએ મહાનગર પાલિકામાં સોલિડ વેસ્ટ શાખામાં ૨૭ વર્ષ સુધી એસ.એસ.આઈ. અને છેલ્લા બે વર્ષથી એસ.આઈ.ની ફરજ બજાવેલ, જેમાં વોર્ડ નં. ૨ માં સળંગ ૨૧ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી. એટલે કે ૨૯ વર્ષ બાદ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે. આ સન્માન સમારોહ વેળાએ પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, વોર્ડ ૨ ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, હસમુખભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ પટેલ, વોર્ડના એસ.એસ.આઈ. કર્મચારીઓ, સફાઈ કર્મચારી ભાઈઓ-બહેનો તથા વોર્ડના અગ્રણીઓએ પંકજભાઈ ગોહિલને શાલ ઓઢાડી, માળા પહેરાવી વિદાય સન્માન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial