ચિરવિદાય

જામનગર નિવાસી : રજપૂત (ખવાસ) જ્ઞાતિના સ્વ. ભીખુભાઈ વાઘેલા (પૂર્વ સ્ટેન્ડીંગ  ચેરમેન-જેએમસી), ના પત્ની રમાબેન, તે સ્વ. ગિરીશભાઈ વાઘેલાના માતા તથા પ્રણવ વિજયભાઈ  રાઠોડના નાનીમા અને માનસી હિરેનકુમાર બીલવાલના દાદીનું તા. ૧-પ-ર૦રપ ના અવસાન થયું છે.  સદ્ગતનું બેસણું તા. ર-પ-ર૦રપ, શુક્રવારના સાંજે પ.૩૦ થી ૬ વાગ્યા દરમિયાન દાવલશાફળી,  ખવાસ જ્ઞાતિની વાડી, ધનબાઈના ડેલા પાસે, લંઘાવાડના ઢાળીયો, ગિરધારી મંદિર પાસે, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

જામનગરના કિશોરભાઈ છગનભાઈ ગોહિલ (ઉ.વ. ૬૦), તે જયશ્રીબેનના પતિ, મંજુલાબેનના પુત્ર,  હિમાન્શુના પિતાનું તા. ર-પ-ર૦રપ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩-પ-ર૦રપ,  શનિવારના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન રામેશ્વરચોક, રામેશ્વર મહાદેવ મંદિર, જામનગરમાં  રાખવામાં આવી છે.

જામનગરના દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સ્વ. સરલાબેન હરકિશનભાઈ નગીનદાસ શેઠના પુત્ર  કિર્તીભાઈ (મુન્નાભાઈ) (ઉ.વ. ૬૦), તે પ્રદીપભાઈ, અનિલભાઈ, મનિષભાઈ, સ્વ. રશ્મિબેન  જયેન્દ્રભાઈ કોઠારી (બોરીવલી-મુંબઈ), અ.સૌ. આશાબેન જગદીશભાઈ લાઠીયા (રાજકોટ),  વિજયભાઈ શેઠના ભાઈ, અ.સૌ. રિદ્ધિબેન પાર્થભાઈ મગીયા (બરોડા), મનન, દૃષ્ટિ, રિયાના કાકા,  ક્રિશાના નાના, શશીકાંતભાઈ કસલચંદ મહેતા (વાધર) (રાજકોટ) ના ભાણેજનું તા. ર-પ-ર૦રપ ના  અવસાન થયું છે. સદ્ગતની અંતીમયાત્રા આજે તા. ર-પ-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યે તેમના  નિવાસસ્થાન, પિતૃછાયા, મહાવીર સોસાયટી, 'સી' નિરાધાર આશ્રમ પાછળ, સરૂસેકશન રોડ,  જામનગરથી નીકળશે. સદ્ગતનું બેસણું તા. ૩-પ-ર૦રપ ના સવારે ૯ વાગ્યે સ્થાનકવાસી જૈન  ઉપાશ્રય, તેજપ્રકાશ સોસાયટી, ધન્વન્તરિ મેદાન સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh