Advertisement
Author: નોબત સમાચાર

સાણંદમાંથી ૮૧ નશાબાજ યુવક-યુવતીઓ દબોચાયાઃ ૨.૯૧ કરોડનો મુદામાલ જપ્ત

ફાર્મ હાઉસમાં દારૂ- હુક્કાની મહેફિલ પર પોલીસનો દરોડોઃ નિર્વાણ વિકેન્ડ હોમમાં શ્રીમંત નબીરાઓ મેરેજ એનેવર્સરી ઉજવી રહ્યા હતા

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૫: ગતરાત્રે સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસે દરોડો પાડીને દારૂ- હુકકાની મહેફિલ માણતાં ૮૦ યુવક-યુવતીને ઝડપ્યાં છે અને રૂ।. ૨.૯૧ કરોડનો મુદમાલ જપ્ત કર્યો છે. આ કારણે યુવા વર્ગમાં ચકચાર મચી છે.

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે ૮૧ જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. 

પોલીસે આ રેડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કારણે યુવા વર્ગમાં ચકચાર મચી છે.

અમદાવાદના સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જેને લઈ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે, નિર્વાણા ફાર્મ હાઉસમાં શ્રીમંત નબીરાઓ દ્વારા દારૂની મહેફિલ ચાલતી હતી અને પોલીસ ત્રાટકી હતી.

પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સાણંદના ગોરજ ગામમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે અને નિર્વાણ ફાર્મ હાઉસ પર દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે, પોલીસે ૪૩ પુરૂષ અને ૩૮ મહિલાની કરી ધરપકડ કરી છે. તમામ લોકોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા છે, અને લગ્ન જીવનના ૨૫ વર્ષની ઉજવણી માટે પાર્ટી યોજી હોવાની વાત સામે આવી છે.

સમગ્ર મામલે ગ્રામ્ય એસપી અમદાવાદનું કહેવું છે કે, ૨.૯૧ કરોડનો મુદમાલ કબ્જે કરાયો છે અને ૨૨ વાહનો, ૭૪ મોબાઈલ જપ્ત કરાયા છે.

તેમણે જણાવ્યુ કે રવિ ગોરખપુરિયા ફાર્માસ્યુટિકલનું કામ કરે છે અને રવિ ગોરખપુરિયાના ફાર્મ હાઉસમાં પાર્ટી હતી, દારૂ કયાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ છે અને હુક્કા મોકલનારની ધરપકડ કરાઈ છે, તમામ ઝડપાયેલા લોકોના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને ડ્રગ્સ અંગે હજુ તપાસ ચાલુ છે, પાર્ટીનું કોઈ આમંત્રણ કાર્ડ અપાયું નથી.

રવિ ગોરખપુરિયા ફરાર છે અને કુલ ૮૧ લોકો પાર્ટીમાં આવ્યા હતા, જેમાં અમિત પચેરીવાલ મુંબઈનો રહેવાસી છે અને મુંબઈથી લગ્નની એનિવર્સરી ઉજવવા સાણંદ આવ્યા હતા, અમિત પચેરીવાલ ટેકસટાઈલનું કામ કરે છે અને પાર્ટીમાં દારૂ આદર્શ લાવ્યો હોવાની વાત સામે આવી છે, આદર્શ સ્વિત્ઝર્લેન્ડ-દુબઈ ગયો ત્યારે દારૂ લાવ્યો હતો. ૫ બ્રેથ એનેલાઈઝર ૭ બોડી ઓન કેમેરા ૪ મહિલા પોલીસે પીઆઈ, પીએસઆઈ અને ૧૫ પોલીસ કર્મી સાથે રેડ કરી, ૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી રેડ ચાલી હતી. તે દરમિયાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કાચની મહેફિલ માણી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની કાચની શીલબંધ બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂ.૪૩,૫૫૦/- તથા અર્ધ દારૂ ભરેલ કાચની ખુલ્લી બોટલ નંગ-૦૭ કિ.રૂ.૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની ખાલી બોટલો નંગ-૦૩ કિ.રૂ.૦૦/- તથા દારૂ પીવા માટેના કાચના ગ્લાસ નંગ-૭૦ કિ.રૂ.૭૦૦/- તથા રબ્બરની પાઇપવાળા હુક્કા નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પેડેટ નંગ-૦૮ કિ.રૂ.૦૦/- તથા હુક્કાની ફ્લેવર્સના પ્લાસ્ટીકના ડબ્બા નંગ-૩૩ કિ.રૂ.૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવી હતી. તે ઉપરાંત મોબાઇલ ફોન નંગ-૭૪ કિં.રૂ.૨૬,૩૦,૦૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨,૬૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૯૧,૮૪,૨૫૦/-ના મુદામાલ સાથે મળી આવેલ હોય તેઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી), ૬૬(૧)(બી), ૭૫(એ), ૮૫(૧)(૩), ૮૧, ૮૪, ૮૬ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh