Advertisement
Author: નોબત સમાચાર

બોગસ બીલના આધારે ખોટી રીતે આઈટીસી મેળવનાર નગરના સીએની જામીન અરજી રદ્દ

સુરત અદાલતમાં કરાઈ હતી જામીન અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: સુરતની ડીજીજીઆઈ ટીમે કરેલી તપાસમાં રૂ।.૬૦૦ કરોડના બોગસ બીલ બનાવી નાખી રૂ।.૧૨૬.૩૪ કરોડની આઈટીસી મેળવી લેવાયાનો ધડાકો થયો હતો. આ પ્રકરણમાં જામનગરના એક સીએની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા હતા. હાલમાં જેલહવાલે રહેલા આ સીએએ સુરત કોર્ટમાં જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

સુરત ડીજીજીઆઈની ટીમ દ્વારા ગયા મહિને શરૂ કરવામાં આવેલી બોગસ બીલ અંગેની તપાસમાં ર૪ પેઢી બોગસ હોવાનું અને તેના નામે રૂ।.૬૦૦ કરોડના બોગસ બીલ જનરેટ થઈ ગયાનું શોધી કાઢ્યું હતું. આ પેઢીઓ દ્વારા રૂ।.૧૨૬.૩૪ કરોડની આઈટીસી ઉસેડી લેવામાં આવ્યાનું બહાર આવતા વીસેક દિવસ પહેલાં જામનગરમાં આવેલી બી.આર. ભંડેરી એસોસિએટ્સ નામની પેઢીના સંચાલક બિપીન રમેશભાઈ ભંડેરી નામના સીએની ધરપકડ કરવામાં આવી હતી.

જામનગરના રણજીતસાગર રોડ પર ગ્રીનસિટી વિસ્તારમાં રહેતા બિપીન ભંડેરીને રિમાન્ડ પર લેવાયા પછી જેલહવાલે કરાયા હતા. આ આસામીએ સુરતની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેની સામે ડીજીજીઆઈ તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે, આ સીએ સામે ૧૧ બોગસ પેઢી મારફત રૂ।.૧૨૪ કરોડની આઈટીસી એક્ઠી કરી લેવાનો આરોપ છે. તેની ઓફિસમાંથી ખોટા બીલ તથા ઈ-વે બીલ મળી આવ્યા છે. તેણે ર૪માંથી ૧૩ બોગસ પેઢીના રિટર્ન ભર્યા છે. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી સીએ બિપીન ભંડેરીની જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh