Advertisement
Author: નોબત સમાચાર

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિઃ ચકચાર

હમામ મેં સબ નંગે હૈ?... દેશભરમાં સનસનાટી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થતા ચકચાર જાગી છે.

જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે ચાલી રહેલી કાનૂની તપાસમાં એક મોટો વળાંક આવ્યો છે. સગીર બટુકોના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કરવામાં આવેલા મેડિકલ પરીક્ષણમાં કુકર્મની પુષ્ટિ થઈ હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે.

પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના કેસમાં પોલીસે બંને સગીર પીડિત બાળકોનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં બાળકો સાથે કુદરતી ક્રમ વિરુદ્ધના કૃત્ય (કુકર્મ)ની પુષ્ટિ થઈ છે. આ રિપોર્ટને હવે પોલીસ દ્વારા કેસ ડાયરીમાં મહત્ત્વના પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો છે, જે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ માટે કાયદાકીય ફાંસો વધુ મજબૂત બનાવી શકે છે.

ધરપકડની ભીતિ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. આ અરજી પર આવતીકાલે જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની બેંચમાં સુનાવણી હાથ ધરાશે. જો કોર્ટ તરફથી જામીન નામંજૂર કરવામાં આવે, તો પોલીસ દ્વારા તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.

આ કેસમાં ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે એક લેપટોપ છે જેમાં જાતીય શોષણને લગતા ફોટા અને વીડિયો સહિતના સજ્જડ પુરાવા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે આ કૌભાંડમાં માત્ર સ્વામી જ નહીં પરંતુ અન્ય કેટલાક વીઆઈપી વ્યક્તિઓ અને રાજકીય નેતાઓ પણ સામેલ હોઈ શકે છે. આશુતોષ બ્રહ્મચારીએ આશ્રમમાં કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અને પુરાવા મિટાવવાના પ્રયાસોના પણ ગંભીર આરોપો લગાવ્યા છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય મુકુન્દાનંદ ગિરી સહિત અન્ય લોકો વિરૂદ્ધ સગીર બાળકોના જાતીય શોષણ બદલ પોક્સો કોર્ટના આદેશ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં પીડિતોએ કોર્ટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે અને હવે મેડિકલ રિપોર્ટ આવતા તપાસ તેજ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh