ભારતીય શેરબજારમાં વૈશ્વિક કારણો વચ્ચે સાવધાનીનું વલણ!!!

તા. ૦૫-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં પણ ઘટાડો કરાયા છતા આજે સપ્તાહના પાંચમાં કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. નાણામંત્રી નિર્મલા સીતારામણે શેરબજારને એફએન્ડઓમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ વધારીને આપેલા આંચકાના વસવસામાં તેમજ વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી બિઝનેસ વૃદ્ધિ તૂટવાની અને બેરોજગારી વધવાની સાથે ઉદ્યોગમાં સંકટ વધવાની અસરે બજાર નેગેટીવ ઝોનમાં કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૪%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૬% અને નેસ્ડેક ૧.૪૮% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૨ અને વધનારની સંખ્યા ૧૪૧૯ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર એનર્જી, એફએમસીજી, બેન્કેકસ, પીએસયુ બેન્ક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે એપ્રિલ ગોલ્ડ રૂ।.૧,૫૧,૯૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૫૧,૯૪૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૪૮,૪૫૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૬૭૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૫૧,૩૭૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૫૮,૦૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૫૮,૦૯૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૪૪,૬૫૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૧,૮૬૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૨,૪૬,૯૮૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

સ્ટેટ બેન્ક (૧૦૬૮) : પબ્લિક બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૦૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૦૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૦૭૯ થી રૂ।.૧૦૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઓરબિંદો ફાર્મા (૧૧૮૯) : એ/ ટી +૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૧૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૧૬૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૨૦૩ થી રૂ।.૧૨૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

લોઢા ડેવલોપર્સ (૧૦૩૮) : રૂ।.૧૦૨૩ નો પ્રથમ તેમજ રૂ।.૧૦૦૭ બીજા રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૦૫૭ થી રૂ।.૧૦૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

કોટક મહિન્દ્રા બેન્ક (૪૧૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૪૨૩ થી રૂ।.૪૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૪૦૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારત-અમેરિકા વેપાર સોદા પછી ભારતીય શેરબજારની ભાવિ દિશા વધુ સ્થિર અને સકારાત્મક દેખાઈ રહી છે. ટેરિફમાં નોંધપાત્ર ઘટાડા અને સ્પષ્ટ નીતિગત માળખાને કારણે રોકાણકારોની માનસિકતા મજબૂત બની છે, જે બજારમાં લાંબા ગાળાની મૂડી પ્રવાહ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ખાસ કરીને નિકાસ આધારિત ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને સીધો લાભ થવાની સંભાવના છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત બનવાથી કંપનીઓની આવક દૃશ્યમાન રીતે સુધરી શકે છે, જે મધ્યમથી લાંબા ગાળામાં શેરના મૂલ્યાંકનમાં વધારો લાવી શકે છે. પરિણામે, બજારમાં  ઉતાર-ચઢાવ વચ્ચે પણ બેઝ મજબૂત રહેવાની શક્યતા છે.

આ સાથે, અમેરિકા અને યુરોપિયન યુનિયન બંને સાથે મજબૂત વેપાર સંબંધો ભારત માટે વૈશ્વિક આર્થિક વિશ્વાસનું પ્રતિબિંબ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારી રૂપિયાને ટેકો આપશે અને લિક્વિડિટી પરિસ્થિતિ સુધારશે, જે શેરબજાર માટે મહત્વપૂર્ણ ઘટક સાબિત થઈ શકે છે. ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં નવા રોકાણથી કોર્પોરેટ નફાકારકતા વધવાની શક્યતા છે. આમ, ભારતીય શેરબજાર માત્ર ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે નહીં પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે પણ આકર્ષક બની રહ્યું છે, જ્યાં વૈશ્વિક એકીકરણ અને મજબૂત આર્થિક આધાર બજારને નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ શકે છે.

close
Ank Bandh