Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં રૂપિયા ૧૩૧ કરોડથી વધુના ખર્ચે સાડાચાર કિ.મી. લાંબા ફોરલેન બાયપાસ સી.સી. રોડનું થશે નિર્માણ

બન્ને તરફ પ્રાથમિક સુવિધાઓ અને બ્યુટીફિકેશન સાથે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રઃ યાત્રાધામ દ્વારકામાં પર્યટકોની સુખાકારી માટે ૪.પ કિ.મી. લંબાઈના ફોરલેન બાયપાસ રોડનું નિર્માણ કરાશે.

દ્વારકા યાત્રાધામમાં છેલ્લા વર્ષોમાં શ્રદ્ધાળુઓના પરવાહમાં ઉત્તરોત્તર વધારો થતા શહેરીજનો અને દર્શનાર્થે આવતા ભાવિકો અને સહેલાણીઓને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે હેતુ રાજ્યના પ્રમુખ પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટેના પ્રયાસોના ભાગરૂપે દ્વારકામાં ૧૩૧.૭૬ કરોડના ખર્ચે અંદાજિત ૪.પ કિ.મી. લંબાઈના ફોરલેન બાયપાસ સી.સી. રોડનું નિર્માણ હાથ ધરવામાં આવનાર છે.

આ ફોરલેન બાયપાસ રોડ સાથે બન્ને બાજુ આધુનિક વોટર ડ્રેનેજ સિસ્ટમ, રિફલેક્ટિવ સાઈન બોર્ડ, રોડ માર્કિંગ, ઝીબ્રા ક્રોસીંગ, મેટલ કેશ બેરિયર, સેફ્ટી રેલીંગ, સ્પીડ વોર્નિંગ સાઈન, ટ્રાફિક કન્ટ્રોલ એલિમેન્ટ્સ, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધાઓ વિક્સાવવામાં આવશે.

આ ઉપરાંત બાયપાસ રોડની બન્ને બાુઓ પર બ્યુટીફિકેશન, ગ્રીન બેલ્ટ, લેન્ડ સ્ક્રેપીંગ, મીડિયમ ડેવલોપમેન્ટ કરવામાં આવશે જેના કારણે દ્વારકામાં આવતા પર્યટકોની મુસાફરી સુગમ અને સુરક્ષિત બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh