Advertisement
Author: નોબત સમાચાર

'ખાડા'ની રચના પછી છેક પંદર વરસે પ્રસિદ્ધ થયો ખંભાળીયાનો વિકાસ નકશો

બીનખેતીના પ્રશ્નો, બાંધકામની મંજૂરી વિગેરે કામો ઉકેલાશેઃ

                                                                                                                                                                                                      

ખંભળીયા તા. ૨: ખંભાળીયામાં ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ ખાડાની રચના પછી લાંબા સમયે જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્ના દ્વારા ડેવલપમેન્ટ પ્લાન સૂચિત જાહેર કરાતા ખંભાળીયાનો વિકાસ વેગવંતો થશે.

જિલ્લા કલેક્ટર રાજેશકુમાર તન્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડેવલોપમેન્ટ પ્લાનથી લાંબા સમયના પડતર પ્રશ્નો હલ થશે અને વિકાસના નવા આયામો સિદ્ધ થશે.

રર કિ.મી. લાંબો

રીંગ રોડ બનશે

ખંભાળીયા શહેરમાં જે નવો વિકાસનો નકશો સૂચિત જાહેર થયો છે, તેમાં રર કિ.મી. લાંબો અને ૪પ મીટર પહોળો રીંગ રોડ બનશે. જે શહેરની આસપાસના ગ્રામ પંચાયત વિસ્તારોમાંથી નીકળશે. આ ઉપરાંત ૧૮, ૩૦ અને ૪પ મીટરની પહોળાઈના ૧રર કિ.મી.ના અન્ય રસ્તાઓ પણ સૂચિત કરાયા છે.

ખંભાળીયાના કંચનપુર અને હરીપર ગામના વિસ્તારમાં કુલ ૩રર હેકટરમાં ઔદ્યોગિક ઝોન પણ નક્કી કરાયા છે.

ખંભાળીયા વિસ્તાર વિકાસ મંડળ 'ખાડા' ની રચના છેક ર૦૧૧ માં થઈ હતી તે પછી ર૦૧૩ માં દ્વારકા જિલ્લો બન્યો હતો અને ખંભાળીયા વડુ મથક બન્યું, પણ વિકાસનો નકશો બન્યો જ ન હતો. તે હવે બન્યો છે.

ખંભાલીયા વિસ્તાર વિકાસ મંડળ 'ખાડા' માં નજીકના વિસ્તારોના આઠ ગામોનો સમાવેશ થાય છે. જેમાં ખંભાળીયા તેમજ હર્ષદપુર, ધરમપુર, શક્તિનગર, રામનગર, હરીપર, કંચનપુર તથા દાંતા ગામોનો સમાવેશ થાય છે. જેનો કુલ વિસ્તાર ૧૩૬રપ હેકટર છે. જેમાં અલગ-અલગ ઝોન સૂચિત કરવામાં આવ્યા છે. નવા સૂચિત વિકાસ પ્લાનમાં લોકોની ઉત્તમ સુખાકારી માટે વોટરબોડી નજીક રીક્રીએશન ઝોન સુચવાયા છે.

ખાડાના નવા વિકાસ મેપને લીધે વિકાસની સાથે શહેરીકરણ તથા લાંબા સમયથી નાગરિકોને પડતી બીનખેતીના નિકાલનો પ્રશ્ન, બાંધકામ મંજૂરી તથા ઈમ્પેક્ટની પડતર રજૂઆતોનું પણ નિરાકરણ થશે.

ર૭-૧-ર૦ર૬ ના રોજ ગેઝેટમાં આ સૂચિત નકશો વિકાસ પ્લાન જાહેર થયો છે અને બે માસમાં આ બાબતે વાંધા-સૂચનો રજૂઆતો લેખિતમાં ખાડાની કચેરીએ ચાર નકલમાં રજૂ થઈ શકશે. ડેવલપમેન્ટ પ્લાન નકશો ખાડાની કચેરીમાં કચેરી સમય દરમિયાન જોઈ શકાશે.

'ખાડા' એ વિકાસ નકશો જ પંદર વર્ષ પછી રજૂ કર્યો, તો હવે તેમાં સૂચિત થયેલા વિકાસ કામો થતા કેટલા વર્ષ લાગશે...? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh