Advertisement
Author: નોબત સમાચાર

યુવકની હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન માંગતી અરજી રદ્દ

લિવ ઈન રિલેશનશીપનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતા યુવકની થયેલી હત્યાના કેસમાં એક આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

જામનગરના આશિષ અસ્વાર નામના એક યુવાન એક યુવતી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. તે પછી ગઈ તા.૬-પ-રપની સાંજે આશિષને બે શખ્સ લાકડી તથા પાઈપથી માર મારી સ્કૂટરમાં ઉપાડી જવા આવ્યા હતા. આશિષ લાગ જોઈને ભાગી ગયો હતો. તેની જાણ થતાં પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આશિષની શોધ શરૂ કરી હતી.

તે દરમિયાન આ યુવતીના પિતા વિક્રમભાઈ, ફુઆ રામદેભાઈ, ફઈ નિરૂબેન નામના ત્રણ વ્યક્તિ આશિષને પોરબંદર તરફ ઉપાડી ગયાનું ખૂલ્યું હતું. જેમાં કનસુમરાની સીમમાંથી આશિષ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આરોપી પૈકીના રામદે લાખાભાઈ બોખીરીયાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh