Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેસલના આઠ ક્રુ સભ્યોના એર રેસ્કયુની તૈયારીઃ
દ્વારકા તા. ૯: દ્વારકાના દરિયામાં દીવાદાંડી નજીક લાંબા સમયથી એક વેસલ નજરે પડતાં સ્થાનિકો, માછીમારો અને યાત્રાળુઓમાં ભારે ઉત્સુકતા સાથે અનેક અટકળોએ જોર પકડ્યું છે. દરિયામાં કલાકો સુધી એક જ વિસ્તારમાં અટવાયેલું આ વેસલ દેખાતા દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી વિવિધ એજન્સીઓ સતર્ક બની છે અને સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંબંધિત વેસલ કંડલા બંદરેથી માલસામાન લઈને યમન તરફ જવા માટે રવાના થયું હતું. દરિયામાં સફર દરમિયાન અચાનક એન્જિનમાં તકનીકી ખામી સર્જાતા વેસલ આગળ વધી શક્યું નહોતું. ત્યારબાદ દરિયાઈ પ્રવાહ અને પવનના કારણે તે ધીમે ધીમે દ્વારકા દરિયાકાંઠા નજીક આવી પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
દીવાદાંડી સામે વેસલ લાંબા સમય સુધી દેખાતું રહેતાં સ્થાનિકોમાં તેના વિશે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. ઘટનાની જાણ થતાં દરિયાઈ સુરક્ષા એજન્સીઓ, પોલીસ અને સંબંધિત વિભાગોએ તકેદારીના પગલાંરૂપે વેસલની સ્થિતિ, હિલચાલ તેમજ તેમાં રહેલા ક્રૂ અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વેસલમાં અંદાજે આઠ ક્રૂ સભ્યો હાજર છે. તેમની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરિયાત ઊભી થાય તો હેલિકોપ્ટર દ્વારા એર રેસ્ક્યુ હાથ ધરવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વેસલની માલિકી, સત્તાવાર ઓળખ તેમજ તેમાં રહેલા માલસામાન અંગે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. સંબંધિત તંત્ર સમગ્ર મામલે સતત દેખરેખ રાખી રહૃાું છે અને સત્તાવાર માહિતી જાહેર થયા બાદ ઘટનાની સંપૂર્ણ વિગતો સ્પષ્ટ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial