Advertisement
Author: નોબત સમાચાર

નશાની હાલતમાં વાહન ચલાવતા આઠ શખ્સ ઝબ્બે ટ્રાફિકને અડચણ કરતા સાત આસામી સામે ગુન્હો

હથિયાર સાથે રાખીને જતાં ત્રણને પકડી પાડતી પોલીસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર જિલ્લામાં પોલીસે કોમ્બિંગ કરી નશાની હાલતમાં વાહન ચલાવતા છ શખ્સને પકડી પાડ્યા છે. ગુલાબનગર ચેકપોસ્ટ પરથી બે મોટરચાલક નશાની હાલતમાં પકડાયા છે. ત્રણ શખ્સ હથિયાર સાથે મળી આવ્યા હતા. જ્યારે ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહન રાખી દેનાર સાત સામે ગુન્હો નોંધાયો હતો.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસેથી ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે દોડી જતી ૩૩૬૧ નંબરની કીયા કંપનીની સેલ્ટોઝ મોટરને પેટ્રોલિંગમાં રહેલી સિક્કા પોલીસે રોકાવી તેની તલાશી લેતા તેમાંથી મૂળ ઉત્તરાખંડના ઉધમસિંગનગર જિલ્લાનો વતની અને હાલમાં ખંભાળિયાની જડેશ્વર સોસાયટીમાં વસવાટ કરતો જશવંતસિંગ કુંવરસિંગ રાણાવત નામનો શખ્સ નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેની સામે પોલીસે ગુન્હો નોંધી પ લાખની મોટર કબજે કરી છે.

ગુલાબનગર ચેકપોસ્ટ પરથી ગઈરાત્રે દોઢેક વાગ્યે જીજે-૧૦-ઈસી ૪૪૪૨ નંબરની મોટર ચલાવીને જતો આશિષ વિનોદભાઈ દાઉદીયા નામનો શખ્સ નશાની હાલતમાં જણાઈ આવતા પોલીસે કાર્યવાહી કરી છે. જ્યારે ત્યાંથી જ જીજે-૧-ડબલ્યુ ૩૫૧૯ નંબરની મોટર ચલાવીને જતો રવિ દીપકભાઈ જાટ નામનો શખ્સ પણ કેફી પીણું પીધેલી હાલતમાં જણાઈ આવ્યો હતો.

જોગવડ ગામના રામદૂતનગરમાંથી ગઈરાત્રે મૂળ ખેડા જિલ્લાનો અરવિંદ નટવરભાઈ સોઢા નામનો શખ્સ મીની ટ્રક ચલાવતો ઝડપાઈ ગયો હતો. જ્યારે સિકકામાંથી ધર્મેન્દ્ર વાલજીભાઈ ચૌહાણ નામનો શખ્સ નશાની હાલતમાં ઝૂમતો મળી આવ્યો હતો. જામજોધપુરના ગાય સર્કલ પાસેથી બધાભાઈ રામાભાઈ છેલાણા નામનો શખ્સ નશામાં બાઈક ચલાવતો ઝડપાઈ ગયો હતો. બાલવા ફાટક પાસેથી સુરેશ વાઘાભાઈ અમલીયાર નામનો મૂળ મધ્યપ્રદેશનો શખ્સ નશામાં બાઈક ચલાવતો ઝડપાયો હતો. આઝાદ ચોક પાસેથી અનિરૂદ્ધસિંહ નાથુભા જાડેજા નામનો શખ્સ નશાની હાલતમાં એક્ટિવા ચલાવતો મળી આવ્યો હતો.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક ટાઉનશીપના ગેઈટ પાસેથી એક શખ્સ લોખંડના કોયતા સાથે મળી આવ્યો હતો. લાલપુર તાલુકાના આરબલુસ નજીક લેબર કોલોની-૮ પાસેથી મૂળ ઝારખંડનો હફીઝુલ્લાહ શૌકત અંસારી નામનો શખ્સ છરી સાથે ઝડપાઈ ગયો હતો. સિક્કા પાટીયા પાસેથી ધાનસય ગજરાજ દેવગણ નામનો છત્તીસગઢનો શખ્સ કોયતા સાથે પકડાયો હતો.

જામનગરના ચાંદીબજાર સર્કલ પાસે જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે બોરની રેંકડી રાખનાર મુસ્તફા રફીક દાલુ ઝડપાઈ ગયો હતો. કાલાવડના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ઈકો મોટર રાખી દેનાર એજાઝ સીરાઝ મોગલ સામે ગુન્હો નોંધાયો હતો. લાલપુરના સેતાલુસ પાસે અનિલ પાલાભાઈ ચોપડા નામના શખ્સે પોતાનું બાઈક આડુ રાખતા પોલીસે કાર્યવાહી કરી હતી. શેઠવડાળાના બસ સ્ટેન્ડ પાસે મીની ટ્રક ગફલતભરી રીતે ચલાવતો મોટી પાનેલી ગામનો કિશોર મગનભાઈ પરમાર પકડાયો હતો. જામજોધપુરના આઝાદ ચોકમાં અનિરૂદ્ધસિંહ નાથુભા જાડેજા નામનો શખ્સ રોડ પર એક્ટિવા રાખીને ઉભો હતો અને ગાંધી ચોક પાસે નીતિન કાંતિભાઈ વિસાવડીયાએ ટ્રાફિકને અડચણ થાય તેમ રેંકડી રાખી હતી. બંને સામે ગુન્હો નોંધાયો છે. ખીજડિયા બાયપાસ પાસે ગફલતભરી રીતે રિક્ષા ચલાવતા યાસીન હાજી સોઢા સામે કાર્યવાહી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh