Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટર કેશુભાઈ માડમના માતાનું નિધન
જામનગરઃ મીણીબેન મેરૂભાઈ માડમ, તે જામનગરના વોર્ડ નં. ૪ના કોર્પોરેટર કેશુભાઈ મેરૂભાઈ માડમ, પ્રદીપભાઈ, અશોકભાાઈ, નિલેશભાઈ, સ્વ. શૈલેષભાઈના માતાનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૨ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન નવાગામ ઘેડ, માડમ ફળીના ચોકમાં, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ પિંકીબેન વાછાણી તે ડૉ. નારાયણ એસ. વાછાણીના પત્ની, નિખીલ વાછાણી તથા ડો. ક્રિષ્ના વાછાણીના માતાનું તા. ૧૯-૧-૨૬ના અવસાન થયું છેે. સદ્ગતનું પગડીયું/ઉઠમણું ભાઈઓ તથા બહેનો માટે તા. ૨૧-૧-૨૬ને બુધવારે સાંજે ૫ વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ જશવંતીબેન મહેતા (ઉ.વ.૯૩) તે સ્વ. શાંતિલાલ નવલચંદ મહેતા (મહાવીર મેડિકલ સ્ટોર) ના પત્ની, શૈલેષભાઈ (મસ્કત), નૈનેશભાઈ, કલ્પનાબેન તરૂણભાઈ તંબોલી, શિલ્પાબેન નિલેશભાઈ અડોદરાના માતા, નૂતનબેન, નીતાબેનના સાસુ, સ્વ. મણીલાલ પ્રેમજીભાઈ ટોલીયાના પુત્રી, નિરાલી, નીલ, સલોત, નેહા હર્ષ મહેતાના દાદીનું અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૨૦-૧-૨૬ના સાંજે ૪ વાગ્યે તેમના નિવાસ સ્થાન શાલીભદ્ર એપાર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાંથી નીકળશે.
જામનગરઃ રજનીકાંતભાઈ વીંછી (ઉ.વ.૮૦) (માજી પ્રમુખ, ગાયત્રી શક્તિપીઠ-જામનગર), તે સ્વ. રામજીભાઈ અમરશીભાઈ વીંછી (ભાડથરવાળા)ના પુત્ર, અ.સૌ. શારદાબેન વીંછીના પતિ, ધર્મેશભાઈ, વીરેનભાઈ, ચેતનાબેન છાંટબાર, દિપ્તીબેન (મુંબઈ) ના પિતા, ઉપેન્દ્રકુમાર છાટબાર, સલીમકુમાર સિદ્દિકી, જસ્મીતાબેન વીછીના સસરા, બીપીનચંદ્ર, ભાવેશભાઈ, હંસાબેન, મીનાક્ષીબેન, કોકીલાબેન દિનેશકુમાર નિર્મળના ભાઈ, અંજલી, માનવના દાદા, ખ્યાતિ ખત્રી, ઓમ, નિશિત, કેતકીના અદા, સિદ્ધાર્થ, યશવી, પ્રકૃતિ, જાનકીના નાના, સ્વ. વનમાળી પ્રેમજી પડિયા (જેતપુરવાળા) ના જમાઈનું તા. ૨૦-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૧-૧-૨૬ના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળ ભાણવડ) ના સ્વ. વશરામભાઈ કપૂરચંદ વોરાના પુત્રવધૂ, તે સ્વ. અનિલકુમાર વશરામભાઈ વોરા (મોડાવાળા)ના પત્ની કુંજલતાબેન વોરા, તે હરિભાઈ, જશવંતભાઈ, પ્રતિભાબેન, જ્યોત્સનાબેન ના ભાભી, સ્વ. અમૃતલાલ સુંદરજી સંઘવી (જામ-ખંભાળીયા)ના પુત્રી, સ્વ. સરોજબેન, સ્વ. વર્ષાબેન, જયશ્રીબેન, નીતાબેન, દિનાબેનના બેન, રૂપેશભાઈ, ડિમ્પલબેન (મૈત્રી), વૈભવભાઈના માતા, મેહુલકુમાર, પાયલબેનના સાસુ, હેનિલના નાની, તનિષ્કના દાદીનું તા. ૧૭ના અવસાન થયું છે.
જામનગરઃ ઔ.ઝા.બ્રાહ્મણ કનકરાય અમૃતલાલ વ્યાસ (ઉ.વ.૭૩) તે દીપકભાઈ, વિજયભાઈ, મમતાબેન (ડોલીબેન), સંગીતાબેનના પિતાનું તા. ૧૬ ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં. ૫/૬, જામનગરમાં રાખવામાં આવ્યું છે.