Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશીફીક ખરીદી યથાવત્...!!!

                                                                                                                                                                                                      

તા. ૨૨-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....

વૈશ્વિક વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવતા તેમજ ટ્રમ્પના એક પછી એક વિશ્વને કટોકટીની સ્થિતિમાં મૂકી દેનારા ટેરિફ પગલાં સાથે ગ્રીનલેન્ડ સહિતના દેશોને કબજે કરવાની જીદ વિશ્વના માથે નવું યુદ્ધ થોપવા જઈ રહ્યું હોઈ ફંડો, મહારથીઓએ સતત ત્રણ દિવસ સુધી સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને નેગેટીવ ઝોનમાં બંધ રાખ્યા બાદ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૧૬% અને નેસ્ડેક ૧.૧૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૭૩ અને વધનારની સંખ્યા ૧૯૮૯ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર પીએસયુ બેન્ક, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ઓટો અને ઇન્ડસ્ટ્રીયલ્સ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૫૧,૫૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૫૩,૭૮૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૫૦,૧૪૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૧૨ પોઈન્ટના ઘટાડા સાથે રૂ।.૧,૫૨,૦૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।. ૩,૧૯,૮૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૩,૨૫,૬૦૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।. ૩,૧૬,૫૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૨૧ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૩,૧૯,૪૧૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

લોઢા ડેવેલોપર્સ (૯૭૭) : રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૯૬૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૯૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૯૯૪ થી રૂ।.૧૦૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૦૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ગોદરેજ પ્રોપર્ટી (૧૬૫૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।. ૧૬૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૬૩૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૬૭૩ થી રૂ।.૧૬૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (૮૧૨) : રૂ।. ૭૯૭ નો પ્રથમ તેમજ રૂ।. ૭૯૦ બીજા લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૮૨૩ થી રૂ।. ૮૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એસબીઆઈ કાર્ડ્સ (૭૮૬) : નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૭૯૪ થી રૂ।.૮૦૩ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૭૭૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, આઈએમએફ અને વર્લ્ડ બેન્ક જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે હકારાત્મક માહોલ સર્જે છે. અર્થતંત્રની અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ, ઊંચું પ્રાઇવેટ કન્ઝમ્પ્શન અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કેપેક્સ પર કરવામાં આવી રહેલા ખર્ચના કારણે કોર્પોરેટ કમાણીમાં સતત સુધારો જોવા મળી શકે છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેવાની શક્યતા છે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરો લાંબા ગાળે મા ર્કેટના લીડર બની શકે છે. આ સાથે સર્વિસ અને ટેકનોલોજી સેક્ટરમાં એઆઈ અને ડિજિટલાઈઝેશનના કારણે નવી તકો ઊભી થતી દેખાય છે, જે બજારને સપોર્ટ આપશે.

બીજી તરફ, ટૂંકા ગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, વૈશ્વિક ફુગાવો, જીઓ-પોલિટિકલ તણાવ અને ટ્રેડ પોલિસીમાં થતા ફેરફારોની અસર ભારતીય માર્કેટ પર સમયાંતરે જોવા મળી શકે છે. તેમ છતાં, સ્થિર મેક્રો આર્થિક પરિસ્થિતિ, નિયંત્રિત ફુગાવો, આરબીઆઈ તરફથી સંતુલિત મોનિટરી સપોર્ટ અને મજબૂત વિદેશી તથા સ્થાનિક રોકાણ પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ કરેકશન મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદીથી મજબૂત દેખાય છે, જ્યાં સમય સાથે પસંદગીયુક્ત શેરોમાં અપટ્રેન્ડ જળવાઈ રહ ેવાની સંભાવના વધુ છે અને ભારતની સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બજારને લાંબા ગાળે ટેકો આપતી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement
Advertisement
close
Ank Bandh