Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પત્રકારને ગુરૂદ્વારા નજીક હિટ એન્ડ રનના બનાવમાં ફ્રેકચર સહિતની ઈજા

રોંગસાઈડમાં ટક્કર મારનાર ચાલક સામે ગુન્હો નોંધાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જામનગરના પત્રકાર સંજયભાઈ ઈશ્વરલાલ જાની (રહે. ગુરૂદ્વારા નજીક, સેન્ટર પોઈન્ટ બિલ્ડિંગ પાછળ, બારાઈ ટેનામેન્ટ નં. ૮, જામનગર)ને ટુ-વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઇજા પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, તા. ૧૧-૦૬-૨૦૨૬ના બપોરના સમયે સંજયભાઈ જાની પોતાના ઘરેથી ચાલીને ગુરૂદ્વારા ચોકડીથી નવા ઓવરબ્રિજ નીચે રોડ ક્રોસ કરી રહૃાા હતા. તે દરમિયાન સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી લાલબંગલા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલા એક ટુ-વ્હીલર ચાલકે પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે તેઓ રોડ પર પટકાતાં ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર સહિત માથાના ભાગે ઇજા પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ ટુ-વ્હીલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર વાહનનો નંબર જીજે-૧૦-ડી.એલ. - ૯૪૨૪ છે. ઇજાગ્રસ્ત સંજયભાઈ જાનીને પ્રથમ સારવાર માટે ડો. એ.ડી.રૂપારેલીયાની  ખાનગી ન્યુરો હોસ્પિટલમાં અને ત્યારબાદ વાલકેશ્વરી નગરી માં આવેલી ડો. દિનકર સાવરિયાની હીંમ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ડો.મહેશ દુધાગરાની અવધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ડાબા હાથની કોણી અને અંગુઠા પાસે બે ફ્રેક્ચર હોવાનું નિદાન કરી પ્લાસ્ટર બાંધી સારવાર આપી હતી.

ફરિયાદીએ પોતાની ડાયાબિટીસની તકલીફ તથા અગાઉ બે વખત બ્રેઇન સ્ટ્રોક આવી ચૂક્યા હોવાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવતાં સારવાર બાદ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે પોલીસે આરોપી વાહનચાલક સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીટી સિટી બી. ડિવિઝનના પી.આઈ. એન.એમ. ગઢવી અને પો.એસ.આઈ. ડી.જી. રાજના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.  પંકજ વાઘેલા વધુ તપાસ ચલાવી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh