Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસા પહેલા ખોરાકનો સંગ્રહ કરવા મોટા પ્રમાણમાં કીડીઓ નીકળતી હોવાથી
ખંભાળિયા તા. ૨૯: ખંભાળિયા શહેરના લોકો મોટા પ્રમાણમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તથા ગૌ સેવા, મુંગા પશુઓની સેવાઓમાં કાર્યો કરે છે ત્યારે ચૈત્ર વૈશાખ માસમાં કીડીયારૃં પુરવા માટે સુકા નાળિયેરમાં સેવાભાવીઓ દ્વારા નાળિયેરની આંખ તોડી અંદર કીડીઓ માટેનો ખોરાક ભરીને ઝાડ નીચે વૃક્ષના છાંયામાં નાળિયેર માટીમાં દાટી દેવામાં આવે છે. આંખ તોડી ઉપર રખાય છે. જેથી કીડીઓ દરની જેમ તેમાં જઈને ખોરાક ખાઈ શકે છે.
આગામી સમયમાં ચોમાસું આવે તે પહેલા કીડીઓ ખોરાક ભેગો કરવા નીકળતી હોય મોટી સંખ્યામાં આ સેવા કાર્ય થાય છે.
સુકા નાળિયેર લઈ તેની આંખ તોડી અંદર રવાનો લોટ, ખાંડનો ભૂકકો તથા કીડીઓ ખાય તેવી ચીજો અનાજ નામીને પેક કરીને કીડીઓના દર હોય ત્યાં મૂકવામાં આવે છે.
કેશોદમાં ૫૧ હજાર નાળિયેર તૈયાર થયા
આ વખતે ખંભાળિયાના કેશોદ ગામે ગ્રામ પંચાયત અગ્રણી કશ્યપભાઈ ડેર રંજનબેન સરપંચ તથા આગેવાનો અને નજીકના ગામોના યુવાનોએ ૫૧ હજાર નાળિયેર તૈયાર કરીને સામુહિક રીતે મશીનની નાળિયેર તોડીને તેમાં હોલ પાડી ખોરાક ભરીને જુદી જુદી જગ્યાએ મુકવામાં આવી રહ્યા છે.
જો કે ખંભાળિયાના પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, પૂર્વ કારો. ચેરમેન હિનાબેન આચાર્ય, પૂર્વ પ્રમુખ ઈન્દ્રજીતસિંહ પરમાર સહિતના કાર્યકરો તથા જયોતિષ આચાર્ય સંજયભાઈ થાનકી વિ.ની ટીમ પણ વર્ષોથી આવી રીતે કીડીયારૃં સુકા નાળિયેરમાં ભરીને પુરીને કીડીઓ હોય તેવા સ્થળોએ મુકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial